________________
મૂકવામાં આવેલો દીવો, તે સમગ્ર ખંડને અજવાળે છે, પ્રકાશિત કરે છે; પરંતુ મકાનમાં તો, લગ્નસમારંભ ચાલતો હોય કે, અવસાન પામેલી કોઈક વ્યક્તિની શ્મશાનયાત્રાની તૈયાર ચાલતી હોય, પેલો દીવો આનંદ-ઉત્સવમાં નથી નાચતોકૂદતો, કે દુઃખના આઘાતથી નથી રડતો - કકળતો ! એ તો ત્યાં, એક સાક્ષી-માત્ર છે, પ્રકાશ પાથરવાનો પોતાનો મૂળ ધર્મ (Duty) બજાવ્યા કરતો હોય છે ! મકાનમાંની પરિસ્થિતિ તો, એના માટે, માત્ર ‘સાક્ષ્ય’-સ્વરૂપે જ રહે છે !
ટૂંકમાં, સાક્ષી હંમેશાં, સાક્ષ્યથી વિલક્ષણ, ભિન્ન, જૂદો, અળગો, અસક્ત અને નોખો-ન્યારો જ રહે છે !
શરીર અને એની સાથે જ સંલગ્ન એવાં મન-ઇન્દ્રિયો વગેરેની સાથે જ, એ જ શરીરમાં અને એ બધાંની વચ્ચે જ, આત્મા વસે છે, છતાં સુખ-દુઃખ, આનંદશોક, કામ-ક્રોધ-મોહ વગેરે દેહ-ઇન્દ્રિય-મનના ધર્મો સાથે આત્માને કશો જ સંબંધ નથી. એ તો પોતાના એ નિવાસમાં, સંપૂર્ણતઃ સાક્ષીભાવે, તટસ્થભાવે, માત્ર એક દૃષ્ટા(Seer) તરીકે જ, દેહાદિનાં પેલાં, પરિવર્તનો વચ્ચે પણ પૂરેપૂરો નિર્વિકાર (અવિાર). અને ‘ઉદાસીન’(Indifferent)ની માફક, ‘અસ્પૃષ્ટ' (ન વ સ્પૃશન્તિ ।) જ સ્થિત રહે છે !
આ બંને ઉદાહરણોને સમજ્યા પછી, હવે, આપણને, શિષ્યના ઉપર્યુક્ત અધિકાંરની યથાર્થતાની પ્રતીતિ થશે : તે તો, હવે, શાશ્વત બ્રહ્મરૂપ જ બની રહ્યો છે અને પ્રવૃત્તિ-નિવૃત્તિ તથા પાપ-પુણ્ય વગેરે તો અનિત્ય અને નશ્વર એવાં જગતમાં અને દેહાદિમાં જ ચાલી રહ્યાં હોય છે ! પોતે તો, બ્રહ્મની જેમ, માત્ર એક સાક્ષી અને જગત-દૈહાદિ-પ્રવૃત્તિ-નિવૃત્તિ-પાપ-પુણ્ય વગેરે બધા એને મન તો સાક્ષ્ય ! સાક્ષ્ય સાથે સાક્ષીને શો સંબંધ ! પ્રતિબિંબ સાથે બિંબને શું લેવા-દેવા ? માણસને પડછાયા સાથે શો સ્પર્શ ?
બંને શ્લોકોમાં છંદ અનુષ્ટુપ જ છે, પરંતુ શ્લોક-૫૦૬માં, બેને બદલે ત્રણ પંક્તિઓ છે, તે નોંધપાત્ર છે. (૫૦૫-૫૦૬)
૫૦૦
रवेर्यथा कर्मणि साक्षिभावो
वह्नेर्यथा वाऽयसि दाहकत्वम् ।
रज्जोर्यथाऽऽरोपितवस्तुसंग
- स्तथैव कूटस्थचिदात्मनो मे ॥५०७ ॥
વિવેકચૂડામણિ / ૧૦૦૭