________________
ભવ-ઋપા-શ્રી
પણ આવું પરમ સદ્ભાગ્ય, તેને, શાને લીધે મળ્યું ? મહિમ-પ્રસાવત્ । શ્રી એટલે સંપત્તિ-સમૃદ્ધિ; મહિમ-પ્રજ્ઞાવ - એટલે મહિમા-મહત્ત્વનો પ્રસાદ. ગુરુદેવને સંબોધીને શિષ્ય કહે છેકે “આપની કૃપારૂપી સંપત્તિ અને આપના મહિમાના પ્રસાદને લીધે, મને આવો અલભ્ય લાભ મળ્યો છે.”
(૨) શ્રીગુરવે તે નમ: અસ્તુ । શ્રીગુરુદેવ એવા આપશ્રીને નમસ્કાર ! નમઃ અસ્તુ, પુન: નમ: અસ્તુ । આપને નમસ્કાર હો ! વારંવાર, ફરી ફરીને નમસ્કાર ! આવી પ્રાપ્તિનો લાભ આપનાર-અપાવનાર આ ગુરુદેવ કેવા છે ? - મહાત્મને । મહાત્મા-રૂપ, મહાત્મા એવા. (૫૧૮)
અનુવાદ :
આપની કૃપારૂપી સંપત્તિ અને આપના મહિમાના પ્રસાદથી મેં આજે ‘સ્વારાજ્ય’ અને ‘સામ્રાજ્ય’ બંનેની વિભૂતિ પ્રાપ્ત કરી છે : આપશ્રી મહાત્મા શ્રીગુરુદેવને નમસ્કાર હો, નમસ્કાર હો ! વારંવાર નમસ્કાર હો ! (૫૧૮)
ટિપ્પણ :
અત્યારસુધી તો, શિષ્ય, પોતાના બ્રહ્માનન્દના અનુભવને અભિવ્યક્ત કરી રહ્યો હતો અને પોતાનાં જીવનની પરમ-ધન્યતાની આવી અલૌકિક સુખ-સંપત્તિની એ અભિવ્યક્તિમાં તે એવો તન્મય બની રહ્યો તો કે તેને એવું સૂઝયું જ નહીં કે આવું પરમ-સદ્ભાગ્ય અને આવી સુવિરલ કૃતકૃત્યતાની પ્રાપ્તિ તેને કોને લીધે, મળ્યાં !
---
છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલાં પોતાનાં સુદીર્ઘ સંભાષણનાં આધ્યાત્મિક ઘેન”માંથી તે સફાળો જાગ્યો, ભાનમાં આવ્યો, સ્વસ્થ થયો કે તરત જ તેને એકાએક ખ્યાલ આવ્યો કે “અરે, બ્રહ્માનંદની અભિવ્યક્તિના મારા આવેશ-આવેગના અતિરેકમાં, હું એ પાયાની હકીકત તો ભૂલી જ ગયો કે આવું અલભ્ય અને અભૂતપૂર્વ આત્મસુખ મને શાને લીધે સાંપડ્યું !”
અને જેવો તે, આવું વિચારવા-પૂરતો સ્વસ્થ થયો કે તરત જ તેનાં મનહૃદયમાં સ્ફુરી આવ્યું કે – “અરે, આ તો બધો મારા પરમપૂજ્ય શ્રીગુરુદેવની કૃપાનો જ પ્રભાવ અને પ્રતાપ ! એમના મહિમાનું જ આવું સત્ત્વ-સમૃદ્ધ પરિણામ !” અને તેની મૂળભૂત નમ્રતા અને નિખાલસતા ફરી વાર આવિષ્કૃત થઈ ગઈ ! - “હે મહાત્મા ગુરુદેવ ! આજે હું ધન્ય છું, કૃતાર્થ છું, કૃતકૃત્ય છું ! આપની કૃપાનો જ આ સર્વ ચમત્કાર ! આપને નમસ્કાર હો ! પુનઃ પુનઃ નમસ્કાર હો !” “સ્વારાજ્ય” એ આત્મિક-આધ્યાત્મિક સ્વરાજ્ય અને સ્વશાસન(Sovereignty
વિવેકચૂડામણિ / ૧૦૩૩