________________
(પ્રભુતિય:).
અને આ કંઈ જેવા-તેવા સામાન્ય કક્ષાના આચાર્ય થોડા હતા ? ‘મહાત્મા’ તો, એ શબ્દની પૂરેપૂરી વ્યંજના સાથે, તેઓશ્રી, હતા; એટલું જ નહીં પરંતુ એક નમૂનેદાર આદર્શ અધ્યાપક પણ હતા; એટલે તેમણે વિચાર્યું કે “મારો આ શિષ્ય જીવન્મુક્તિ'ની સિદ્ધિ તો પામ્યો જ છે; પણ હવે પછીનાં જીવનમાં તેનું કાર્ય શું અને કેવું હોવું જોઈએ, અને ‘મિથ્યા’ એવાં જગત સાથેનો એનો સંબંધ અને વ્યવહાર કેવો હોવો જોઈએ, એનું પણ મારે તેને સમુચિત અને સુપર્યાપ્ત માર્ગદર્શન આપવું જોઈએ.
બસ, આવા જ શુભ-ઉદ્દેશથી પ્રેરાઈને, તેમણે, પોતાના આ પ્રિય અને પટ્ટ શિષ્યને, સવિસ્તર (શ્લોકો પર૨થી ૫૭૬, પૂરા ૫૫ શ્લોકો) અને પ્રેરક સદુપદેશ આપ્યો (તું પરં વત્ત: માહ )
જ
પ્રાચીન ભારતીય સાંસ્કૃતિક પરંપરામાં, અધ્યયન-અધ્યાપન વિશેની એક સુનિશ્ચિત પદ્ધતિ હતી અને તે એ કે ગુરુના ઉપદેશમાં જેવો ‘ઉપક્રમ' (એટલે કે આરંભ) હોય, એવો જ, સમાપ્તિ-સમયનો ‘ઉપસંહાર' પણ હોવો જ જોઈએ : આ ગ્રંથનો ઉપક્રમ' તો આપણે જોયો છે, હવે, શિષ્યને આપવામાં આવેલા આ અંતિમ ઉપદેશનો ‘ઉપસંહાર’ પણ એવો જ સુસંગત અને સુ-સમન્વિત છે, એની આપણને સંપૂર્ણ પ્રતીતિ થશે.
શ્લોકનો છંદ : પુષ્પિતાગ્રા (૫૨૧)
૫૨૨
ब्रह्मप्रत्ययसन्ततिर्जगदतो ब्रह्मैव सत् सर्वतः
पश्याध्यात्मदृशा प्रशान्तमनसा सर्वास्ववस्थाष्वपि । रूपादन्यदवेक्षितुं किमभितश्चक्षुष्मतां विद्यते
तद्वद् ब्रह्मविदः सतः किमपरं बुद्धेर्विहारास्पदम् ॥५२२ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ :
બ્રહ્મપ્રત્યયસન્નતિર્જગદતો બ્રોવ સત્ સર્વતઃ
પશ્યાધ્યાત્મદેશા પ્રશાન્તમનસા સર્વસ્વવસ્થાપિ । રૂપાદન્યદવેક્ષિતું કિમભિતશ્ચક્ષુષ્મતાં વિદ્યતે
તદ્ બ્રહ્મવિદઃ સતઃ કિમપર બુદ્ધેર્રિહારાસ્પદમ્ ॥૫૨૨ શ્લોકનો ગદ્ય અન્વય ઃ
( हे सौम्य ! ) सर्वासु अवस्थासु अपि प्रशान्तमनसा अध्यात्मदृशा पश्य, ૧૦૪૦ | વિવેકચૂડામણિ