________________
છે? મહાત્મા ! આવા મહાત્મા ગુરુવર્ય શું બોલ્યા? – રૂટું પરં વવ - આ ઉત્તમ વચન, આ પ્રમાણે શ્રેષ્ઠ સંબોધન તેમણે કર્યું. પુનઃ એટલે ફરીથી, પહેલાં તો, શિષ્યને ઉપદેશ આપ્યો જ હતો, પરંતુ આજે શિષ્યનું સુદીર્ઘ આત્મસંભાષણ સાંભળ્યા પછી, ફરી એક વાર, તેમણે ઉદ્દબોધન કર્યું.
આવું બોલતાં પહેલાં, તેમણે શું કર્યું ? શિષ્યવી અવનોw | શબ્દને છેડે લગાડવામાં આવતો વર્ય - શબ્દ પણ “ઉત્તમ-શ્રેષ્ઠ' એવો અર્થ આપે : ઉત્તમ શિષ્યને જોઈને. આ શિષ્ય કેવો છે? શું કરે છે? - નતમ્ ! પ્રણામ કરી રહેલો; નમસ્કાર કરતો. વળી, આ શિષ્ય કેવો છે ? બે વિશેષણો આ પ્રમાણે : (૧) તિ સમધિત-સાત્મrઉમ્ | તિ એટલે આ પ્રમાણે, ઉપર (શ્લોક-૪૮રથી શ્લોકપર) પ્રમાણે, આ ૩૯ શ્લોકોમાંનાં એનાં વક્તવ્ય મુજબ સમધિત (સન્ + fધ + + એટલે મેળવવું, - એ ધાતુનું કર્મણિ ભૂતકૃદંતનું રૂ૫) જેણે મેળવ્યું છે, પ્રાપ્ત કર્યું છે, જે પામ્યો છે. શું પામ્યો છે? - માત્મસુરમ્ આત્માનંદ, આધ્યાત્મિક શાંતિ. બીજું શું તે પામ્યો છે ? - (૨) પ્રવુતત્ત્વમ્ ! જેણે આત્મજ્ઞાન અથવા તત્ત્વબોધ સંપાદન કર્યા છે, એવો.
હવે પછીનો એમનો આ અંતિમ ઉપદેશ આપતાં પહેલાં, ગુરુવર્યની પરિસ્થિતિ કેવી હતી ? - પ્રતિદ્રવ: | જેમનું હૃદય આનંદથી ઊભરાઈ રહ્યું છે, તેવા; આનંદ વડે છલકાઈ રહેલા હૃદયવાળા. (પર૧). અનુવાદ :
આ પ્રમાણે આત્મસુખ અને આત્મજ્ઞાન પામેલા તથા નમસ્કાર કરી રહેલા ઉત્તમ શિષ્યને જોઈને, મહાત્મા એવા તે ગુરુદેવ, આનંદથી ઊભરાતાં હૃદયે, ફરીથી, આ પ્રમાણે, ઉત્તમ વચન બોલ્યા. (પર૧). ટિપ્પણ :
પોતે આપેલા ઉપદેશ અને માર્ગદર્શનનાં પરિણામે, શિષ્ય તો, મોક્ષપ્રાપ્તિની પોતાની આધ્યાત્મિક યાત્રામાં, સર્વોત્તમ પરમ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી, - પરબ્રહ્મ સાથેનું તાદાભ્ય !
અને આવું આત્મસુખ, આવી સર્વશ્રેષ્ઠ આધ્યાત્મિક શાંતિ, આવો ઉત્કૃષ્ટ કોટિનો તત્ત્વબોધ, અને આવું આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યા પછીની શિષ્યની બ્રહ્માનંદઅનુભૂતિ વિશેનું સુદીર્ઘ આત્મસંભાષણ સાંભળ્યા પછી, અને ખાસ તો, નમ્રતાનિખાલસાપૂર્વક તેણે અભિવ્યક્ત કરેલા સંનિષ્ઠ કૃતજ્ઞભાવ સાથે તેણે વારંવાર કરેલા નમસ્કાર તથા સાષ્ટાંગ-પ્રણામ પછી, સદ્ગુરુનું અંતઃકરણ આનંદથી ઊભરાઈ ગયું
વિવેકચૂડામણિ | ૧૦૩૯