________________
साक्षी चेता केवलो निर्गुणश्च । બાકી રહ્યું માત્ર એક જ વિશેષણ : સ્વયંતિઃ સર્વનો જે પ્રકાશક છે, “તેને કોણ પ્રકાશિત કરે?” – એવો સવાલ એટલે જ અનૌચિત્યની પરાકાષ્ઠા ! - સર્વપ્રકાશનું તે એક જ ઉદ્દભવસ્થાન છે, તેને વળી અન્યત્રથી પ્રકાશ ઉછીનો લેવાનો તે હોય? તે તો સદા-સર્વદા સ્વકીય પ્રકાશે જ પ્રકાશતો રહે ! - Selfeffulgent !
શ્લોકની પ્રથમ ત્રણ પંક્તિઓમાંના છ શબ્દો, – કર્તા અને કારયિતા, ભોક્તા અને ભોજયિતા, દષ્ટા અને દર્શયિતા, – પર પણ એક દષ્ટિપાત કરવા જેવો છે : પહેલી વાત તો એ કે આ છયે શબ્દો, એક-એક ક્રિયાના કર્તા-ભાવ (Agent) અને કારક-ભાવ(Causal-Agent)ના સૂચક છે; પરંતુ શ્લોક-૫૦૩માં જ શિષ્ય સાફસ્પષ્ટ વિધાન કરી દીધું છે કે “મારે હવે કોઈ પણ પ્રવૃત્તિ નથી”; એટલે જો તેની અત્યારની વિશિષ્ટ પરિસ્થિતિમાં તેને કશી પ્રવૃત્તિ જ ન રહેતી હોય તો, તેના માટે કશું કરવાનું (શત), ભોગવવાનું (મો.) કે જોવાનું () સંભવે જ ક્યાંથી ? કેવી રીતે ?
અને બીજી વાત એ કે જે પોતે કર્તા-ભોક્તા-દષ્ટા જ નથી તે, કારયિતભોજયિતા-દશયિતા તો હોઈ શકે જ ક્યાંથી? કેવી રીતે ? આ તો રહ્યો કર્મ-નિયંતા અને કર્મફળ-પ્રદાતા એવી નિયતિ(Destiny)ના અધિકારનો પ્રશ્ન ! - જેનું સમર્થન સ્વયં શ્રુતિએ જ આ પ્રમાણે કર્યું છે : વિજ્ઞાને ત્યાં તનુને દિ વ સાધુ અને શારયતિ !
ન (બૃહદારણ્યક-ઉપનિષદ) કોઈ પણ કર્મ કરવા-કરાવવાનું યજ્ઞકાર્ય તો માત્ર વિજ્ઞાન જ કરે છે, અને આ વિજ્ઞાન એટલે જ સર્વવ્યાપી ચૈતન્ય, ચિદુભાવ, – જેની સાથે શિષ્ય તો અત્યારે તન્મય અને તદ્દરૂપ બની રહ્યો છે !
શ્લોકનો છંદઃ ઈન્દ્રવજા (૫૦૮)
૫૦૯ चलत्युपाधौ प्रतिबिम्बलौल्य
-સૌપાધિ મૂધિયો નત્તિ स्वबिम्बंभूतं रविवद् विनिष्क्रियं कर्ताऽस्मि भोक्ताऽस्मि हतोऽस्मि हेति ॥५०९॥
વિવેકચૂડામણિ | ૧૦૧૩