________________
વજો વા આપ જો વા એ સુતુ (તથા પિ) | - આ જડવરૂપ દેહ ભલે જળમાં અથવા જમીન પર આળોટ્યા કરે (70), પડ્યો રહે તો પણ); હું કોની જેમ લેપાઉં નહીં ? - યથા ધરૈ નમ: (ન સિધ્યતે તથા). ઘડાના ધર્મો વડે જેમ આકાશ પાતું નથી, તેમ. (૫૧૦) અનુવાદ :
જડસ્વરૂપ આ દિહ) જળમાં કે જમીન પર ભલે આળોટે, તો પણ, ઘડાના ધર્મો વડે જેમ આકાશ (લેપાતું નથી), તેમ હું તે(દહ)ના ધર્મો વડે લપાતો નથી. (૫૧૦) ટિપ્પણ:
શિષ્યનાં સંભાષણની જે વિશિષ્ટ વિચારધારા ચાલી રહી છે, તેની જ પુષ્ટિ, વધુ એક ઉદાહરણ વડે, અહીં કરવામાં આવી છે. - શિષ્યનું પ્રતિપાદન તો, એકંદરે, આટલું જ છે કે “હવે તો હું પરમાત્મસ્વરૂપ બની ગયો છું, તેથી મારે આ સ્થૂલ અને જડ (Insentient) દેહ સાથે કશો જ સંબંધ નથી; એના કોઈ જ ધર્મો વડે હું લપાતો-ખરડાતો નથી : ૭૫ કિલો વજનવાળા મારા આ દેહને તો જન્મ-જરા-મૃત્યુ એવા અનેક વિકારો વળગેલા જ છે. વળી, તે જળમાં પડે કે ભોય પર આળોટે, ભીંજાય કે ધૂળવાળો બને, - આવા બધા દેહ-ધર્મો અને દેહ-વિકારો સાથે પણ મારે કશી જ નિસ્બત નથી. એ જીવે કે આજે જ, અત્યારે જ, મરી જાય, - હું તો કૂટસ્થ છું, સદા અસંગ છું, વિલક્ષણ છું, એટલે તેની કોઈ પણ ક્રિયા વડે હું કદી પણ લપાતો-ખરડાતો (Contaminated) નથી. હું તો મારાં બ્રહ્મરૂપ “હું-સ્વરૂપે” સંપૂર્ણરીતે, મારા આ દેહથી અળગોઅનોખો-ન્યારો છું - દેહના સર્વ વિકારોથી સદા અલિપ્ત !”
શિષ્યની પ્રવર્તમાન આવી વિલક્ષણતા કોના જેવી છે ? - આકાશ (Space, Ether) જેવી : સર્વવ્યાપી આકાશ તો, એના સ્વભાવ પ્રમાણે, સર્વત્ર અસ્તિત્વ ધરાવતું જ હોય : ભોંય પર ખાલી ઘડો પડ્યો હોય તો તેમાં પણ આકાશ તો હોય જ, - ઘટાકાશ-રૂપે ! પરંતુ તે ઘડો મોટો છે કે નાનો છે, મજબૂત છે કે નબળો છે, રંગે તે લાલ છે કે લીલો છે, - ઘડાના આવા કોઈ જ ગુણધર્મો વડે ઘડામાંનું આકાશ-ઘટાકાશ લેશમાત્ર પણ લેખાતું નથી, એ તો એવું ને એવું જ રહે છે : ઘડો ભાંગી જાય ત્યારે, પોતાનાં એવાં જ મૂળ સ્વરૂપે, સર્વવ્યાપી આકાશમાં, મૂલાકાશમાં મળી જાય છે, ભળી જાય છે !
શિષ્ય કહે છે કે “આ જ રીતે, આ મારા જડ દેહનું જે અને જ્યારે, થવું
-
વિવેકચૂડામણિ | ૧૦૧૭