________________
कुत्र वा लीनम् ? । (इदं सर्व) किं महद् अद्भुतं न अस्ति ? ॥४८४॥ શબ્દાર્થ :
શ્લોકમાં પ્રશ્નાર્થ-સ્વરૂપનાં ચાર સ્વતંત્ર વાક્યો આ પ્રમાણે છે :
(૧) રૂટું નતુ સ્વ તિમ્ ? | આ જગત ક્યાં જતું રહ્યું? ક્યાં ચાલ્યું ગયું? કયું જગત ? - ૩ ધુના મા ડ્રમ્ હમણાં જ મેં જોયેલું? મેં જેને જોયું હતું તે ?
(૨) ન વા નીતમ્ ? | - અને એને કોણ લઈ ગયું? '
(૩) વૃત્ર વા સીનમ્ ? - વળી, એ ક્યાં લીન થઈ ગયું? ક્યાં અદશ્ય થઈ ગયું? ક્યાં ડૂબી ગયું?
(૪) (ટું સર્વ) વુિં મહદ્ મુક્ત ને પ્તિ ? |
આવું બધું શું એક મોટું આશ્ચર્ય નથી ? ભારે અદ્ભુત નથી? (૪૮૪). અનુવાદ :
હમણાં જ મેં જોયેલું આ જગત ક્યાં ચાલ્યું ગયું? અને એને કોણ લઈ ગયું ? વળી, તે ક્યાં-શામાં લીન થઈ ગયું ? આવું બધું શું એક ભારે આશ્ચર્ય નથી ? (૪૮૪) ટિપ્પણ:
શ્લોકમાંના ચારેય પ્રશ્નો, શિષ્યની દૃષ્ટિએ, સાવ સ્વાભાવિક છે અને સમજવાની બાબતમાં એટલા જ સહેલા છે. આપણે તો, સદ્ગુરુના ઉપદેશનાં પરિણામસ્વરૂપ, શિષ્યને શ્લોકો-૪૮૦-૪૮૧માં, જે આત્મસ્વરૂપમાં નિષ્ઠા થઈ, ત્યારપછી થોડોક સમય ચિત્તને તેણે પરબ્રહ્મમાં સમાધિસ્થ કર્યું અને તે પ્રકારની પરમાનન્દસ્થિતિમાંથી તે વ્યુત્થાન પામ્યો, તે સંદર્ભને લક્ષમાં રાખીને, તેને થયેલા બ્રહ્મસાક્ષાત્કારને જ કેન્દ્રમાં રાખીને, માનસશાસ્ત્રીય દૃષ્ટિએ, શિષ્યના આ સર્વ પ્રશ્નોને તપાસવાના અને સમજવાના રહે છે.
સૌપ્રથમ વાત તો એ પ્રતીત થાય છે કે હવે જે આધ્યાત્મિક ઉપલબ્ધિ તેને આજે થઈ, તેને કારણે તેનાં મનમાં પોતાના સદ્ગુરુ પ્રત્યેનો તેનો અંગત આદરભાવ અનેકગણો વધી ગયો; અને બીજું એ કે આવી અલૌકિક અને સુવિરલ ઉપલબ્ધિ, મોક્ષપ્રાપ્તિની સમગ્ર જીવન-કારકિર્દી દરમિયાન, તેને પહેલી જ વાર થઈ હોવાથી, તેનો પરમહર્ષ એવી પરાકાષ્ઠાએ પહોંચી ગયો કે તે તેને પોતાની અંદર નથી સમાવી શકતો કે નથી સ્વસ્થતાપૂર્વક તેને અભિવ્યક્ત કરી શકતો અને ત્રીજી એટલી જ મહત્વની ઘટના એ છે કે અત્યારે જે અભિનવ દર્શન તેને લાગ્યું તેથી, તે આત્મજ્ઞાનના
૯૬૦ | વિવેકચૂડામણિ