________________
છે ? કેવાં સ્વરૂપવાળો છે ? મરીવિજા એટલે ઝાંઝવાંનાં જળ(Mirage)નો,
મૃગજળનો. કોને ભીંજવી શકતો નથી ? - ષરભૂમિમામ્ । ભૂમિમાળ એટલે જમીનનો ભાગ, એટલી જમીન; ષર એટલે ખારી જમીન Desert-tract. ગીરોતિ - એ ક્રિયાપદ, આ પહેલાં પરિચય અપાઈ ગયો છે તેમ, આર્દ્ર + નું “વિ-રૂપ” છે. (૪૯૯)
-
અનુવાદ :
બુદ્ધિના દોષથી દૂષિત મૂઢજનોએ આરોપિત કરેલી (અસત્ય વસ્તુ) પોતાનાં આશ્રયસ્થાનને કદી પણ દૂષિત કરી શકે નહીં : ઝાંઝવાંનાં જળનો (ગમે તેટલો) મોટો પ્રવાહ (પણ) ત્યાંની ખારી જમીનને ભીંજવી શકતો નથી. (૪૯૯) ટિપ્પણ .
દેખીતી રીતે તો, આ શ્લોકને, ગયા-છેલ્લા શ્લોકનાં અનુસંધાનમાં જ ઘટાવી શકાય : શિષ્યની ફરિયાદ, શ્લોક-૪૯૮માં, એ હતી કે “હું તો અત્યારે સંપૂર્ણરીતે નિરવયવ અને નિર્વિકલ્પ છું અને છતાં પણ લોકો, ભ્રમને કારણે અને ભ્રમવશાત્ થતી ખોટી સ્ફુરણાને લીધે, મારામાં સ્થૂલ-સૂક્ષ્મ વગેરે ભાવોની આરોપણાત્મક કલ્પના કરે છે”, અને પોતાની આ ફરિયાદના સમર્થનમાં, અવિભાજ્ય એવા કાળમાંના, લોકોએ કરેલા વિભાગોનાં આરોપણની ઘટનાને, તેણે રજૂ કરી હતી.
હવે આ શ્લોકમાં, લોકોનાં ઉપર્યુક્ત આ૨ોપણો અને કલ્પનાઓનું ખંડન એમ કહીને તે કરે છે કે “આવાં આરોપણ વગેરે કરનાર એ લોકો પોતે જ ‘મૂઢ' છે, તેઓ તેમની બુદ્ધિના દોષને લીધે દૂષિત-ભ્રમિત છે, એટલે એમનાં આવાં અસત્ય આરોપણો, મને, - એટલે કે એ આરોપણોનાં આશ્રયસ્થાન-અધિષ્ઠાન રૂપ મને, દૂષિત કરી શકે નહીં !
બ્રહ્મરૂપ આ ‘હું-અધિષ્ઠાન' તો સંપૂર્ણરીતે નિર્મળ-નિષ્કલંક (Immaculate) અને નિષ્કલ-નિર્વિકલ્પ છે, અને મારા પર, એટલે કે આવાં અધિષ્ઠાન પર આરોપણો કરનાર પેલાં મૂઢજનો પોતે જ, પોતાની બુદ્ધિના દોષો વડે, દૂષિત છે, મલિન છે ! આરોપિત એવી આ મલિન વસ્તુ, પોતાનાં નિર્મળ આશ્રયને કદાપિ દૂષિત કરી શકે જ નહીં !".
પરંતુ, આ રીતે, ગયા શ્લોકમાંનાં અનુસંધાનને લક્ષમાં ન લઈએ તો, આ શ્લોકનું અર્થઘટન, સાવ સ્વતંત્ર રીતે પણ, આ રીતે, અવશ્ય કરી શકાય : “હું હવે શરીર નથી, આત્મા જ છું, અને તેથી તો નિત્યમુક્ત જ છું. પરંતુ કોઈ મૂઢજન આત્મા પર આરોપિત શરીરનાં બંધનને પોતાનું માને-સમજે-સ્વીકારે તો-તો, કઠોપનિષદ અને મુંડક-ઉપનિષદમાં કહેવામાં આવ્યું છે તેમ, એક આંધળો બીજા વિવેકચૂડામણિ / ૯૯૧