________________
નિચેતન: I જેને હવે ચિત્ત રહ્યું નથી તેવો, ચિત્તરહિત; (ઈ) નિર્વિવૃત્ત. I જેને હવે - કા વિકારો રહ્યા નથી, તેવો; નિર્વિકાર, વિકાર-વિનાનો; (ઈ) નિરાતે / જેને હવે કોઈ આકૃતિ રહી નથી તેવો, આકાર-વિનાનો; (ઉ) મકસુવાનુમૂd: I સુa એટલે “આનંદ'; જે હવે અખંડ આનંદનો અનુભવ કરી રહ્યો છે, તેવો; અખંડ આનંદાનુભૂતિ-સ્વરૂપ. ' (૨) કૃતિઃ પ હિં કૂતે | કારણ કે શ્રુતિ પણ (મારાં આ વિધાનનાં સમર્થનમાં) એમ જ કહે છે. શ્રુતિ શું કહે છે? “નવા તિમ્' કૃતિ | – મન્વાત (1 + બાત) એટલે તેને સંબંધ છે; મન + વાત એટલે તેને કશો સંબંધ નથી. ' આ શ્રુતિ એટલે બૃહદારણ્યક-ઉપનિષદનું આ વિધાન : - મનવાતિ પુષ્યન, બનવા તં પાપેન, તીર્થો દિ તા સર્વાન શોશાન હૃદયસ્થ ભવતિ | (૪, ૩, રર) (“આત્માને પુણ્ય સાથે કે પાપ સાથે લેશમાત્ર પણ સંબંધ નથી, કારણ કે તે તો હૃદયના સર્વ શોકોને, તે સમયે, તરી ગયો છે.”) (૫૮૪) અનુવાદ : :
ઈન્દ્રિય-રહિત, ચિત્તરહિત, વિકાર-રહિત, આકાર-રહિત અને અખંડઆનંદાનુભૂતિ-સ્વરૂપ એવાં મારે હવે પુણ્યો કે પાપો ક્યાંથી કેમ હોઈ શકે ? કૃતિ પણ એમ જ કહે છે કે “આત્માને પુણ્ય કે પાપ સાથે) સંબંધ હોતો નથી.” (૫૦૪) ટિપ્પણ:.
મોક્ષાર્થી સાધકની આધ્યાત્મિક જીવન-કારકિર્દી સાથે ઘનિષ્ઠ સંબંધ ધરાવતા એક મહત્ત્વના પ્રશ્નને શિષ્ય અહીં છેડ્યો છે : પુણ્ય શું અને પાપ શું? એ બંનેનું મૂળભૂત સ્વરૂપ કેવું હોય છે ? મનુષ્ય તે બંનેને ક્યારે, કેવા સંજોગોમાં આચરે છે? અને ખાસ તો, બ્રહ્મભાવ પામેલી પોતાના જેવી વ્યક્તિને તે બંને સાથે શોકેવો સંબંધ હોય? કશો સંબંધ હોઈ શકે ?
પુણ્ય અને પાપ વિશેના આવા બધા સવાલોની ચર્ચામાં શિષ્યને કશો રસ નથી એને તો રસ છે, માત્ર એક જ વાતની ઘોષણા કરવાનો, – અને તે એ જ કે “જ્યારે હવે હું બ્રહ્માનંદની પરાકાષ્ઠા સમી આ પરમોચ્ચ કૃતાર્થતા પામી રહ્યો છું ત્યારે, મારે કશો સંબંધ નથી કોઈ પુણ્યો સાથે, નથી કશો સંબંધ કોઈ પાપો સાથે !” પરંતુ તે તો, જેનું સઘળું અજ્ઞાન નષ્ટ થઈ ગયું છે અને મૃત્યુ પહેલાં જ,
વિવેકચૂડામણિ / ૧૦૦૩