________________
જીવતે-જીવત, જે મોક્ષ પામી ચૂક્યો છે તેવો એક વિરલ ‘જીવન્મુક્ત’ છે તેથી, તે, તેની આવી ઘોષણા કોઈ વિધાનાર્થક વાક્ય(Assertive sentence)નાં રૂપમાં નથી કરતો : તા:-જેવી શ્રુતિ-પરિચિત પ્રશ્નાર્થાત્મક પરિભાષા પ્રયોજીને, તેણે તો પોતાની આ ઘોષણાને સવિશેષ બુલંદ અને બલવત્તર બનાવી દીધી છે :
વુતો મમ મુખ્યાતિ પાપાનિ (૪) ॥ ?
અને પછી પોતાની આ ઘોષણાનાં સમર્થનમાં, પોતાના માટે, મમ માટે, જે પાંચ વિશેષણો તેણે પ્રયોજ્યાં છે તે સઘળાં પણ, જેટલાં નિશ્ચયાત્મક છે, તેટલાં જ નિ:સંશયાત્મક છે. અને આમ છતાં પણ કોઈ દોઢ-ડાહ્યા ‘પૂર્વપક્ષ’ની જીભ કશી વિરોધ-દલીલ કરવા માટે સળવળે તે પહેલાં જ, તેણે, બૃહદારણ્યક-ઉપનિષદમાંનું, સુષુપ્તિ-અવસ્થા વિશેનું, મહા-મનીષી એવા યાજ્ઞવલ્ક્યનું વિધાન ટાંકી દીધું કે, પોતાના જેવા જીવન્મુક્તને પુણ્ય કે પાપ સાથે લેશમાત્ર સંબંધ નથી : “અનન્ત્રાઃતમ્” इति श्रुतिः अपि ब्रूते ॥
શ્લોકની પ્રથમ ત્રણ પંક્તિઓમાંનાં પેલાં પાંચેય વિશેષણો તો એવાં સ્વયંસ્પષ્ટ અને અસંદિગ્ધ છે કે એનાં કશાં વિવરણ-વિશ્લેષણમાં ઊતરવાની આવશ્યકતા નથી : પાપ-પુણ્ય પણ, અંતે તો, એક પ્રકારની ‘પ્રવૃત્તિ’ જ છેને ? અને પોતાને હવે જ કશી પ્રવૃત્તિ’ રહી નથી, એવું તો, તેણે, આ પહેલાંના શ્લોકમાં જ જણાવી દીધું છે. અને હવે જ્યારે મનુષ્યજીવનની પરમ-સાર્થકતા સમી, અખંડ બ્રહ્માનન્દની અનુભૂતિ તે પામી-માણી રહ્યો છે ત્યારે, એના માટે અન્ય કયું પ્રાપ્તવ્ય બાકી રહ્યું હોય કે તે આવાં પાપ-પુણ્યની, Acts of Omission and Commission જેવી, પળોજણમાં પડે ? પુણ્ય એટલે એવી પ્રવૃત્તિ, જે, શાસ્ત્રવિહિત હોય અને પાપ એટલે એવી પ્રવૃત્તિ, જે, શાસ્ત્રનિષિદ્ધ હોય. પરંતુ નૈષ્કર્માસિદ્ધિને જેણે સિદ્ધ કરી લીધી છે તેને, હવે શાસ્ત્ર શું ? વિધાન શું અને નિષેધ શું ? શ્વેતાશ્વતર-ઉપનિષદે જ એનાં આવાં વલણ પર એમ કહીને મ્હોર મારી દીધી કે તેના માટે હવે નથી રહ્યું કોઈ કાર્ય, નથી રહ્યું કોઈ કરણ ! (7 તસ્ય જાય જરાં ૨ વિદ્યતે )
હવે તો તે, “ચક્ષુવાળો હોવા છતાં ચક્ષુ-વિનાનો, કર્ણવાળો છતાં કર્ણવગરનો, મન-વાળો છતાં, મન-રહિત અને પ્રાણવંતો છતાં પ્રાણ-વિહોણો” (સન્નક્ષુ: अचक्षुः इव, सकर्णोऽपि अकर्णः इव, समनः अमनः इव सप्राणोऽपि अप्राणः વ !) બની ગયો છે !
અને છેલ્લે, સ્વયં શ્રુતિએ જ, આવા જીવન્મુક્તના આનંદ માટે આવો અસંદિગ્ધ ઉદ્ગાર વ્યક્ત કર્યો છે :
૧૦૦૪ / વિવેચૂડામણિ