________________
જણાતા હોય, એવી રીતે. (૪૯૬) અનુવાદ :
જ્ઞાનસ્વરૂપે હું જ આશ્રયરૂપે હોવાથી, બધા પ્રાણીઓમાં, અંદર-બહાર હું જ રહેલો છું; અને “આ”-રૂપે અગાઉ મને જે જૂદા-જૂદા જણાતા હતા, તે સર્વ ભોગ્ય (જગત અને તેમાંના પદાર્થો) અને તેનો ભોક્તા (પણ) હું પોતે જ છું. (૪૯૬) ટિપ્પણ:
પોતાનું જે અનન્ય અને અનપેક્ષિત ઊર્ધીકરણ (Sublimation), સદ્ગુરુનાં ઔદાર્ય અને કૃપાદૃષ્ટિનાં પરિણામ-સ્વરૂપ, થયું છે, તેને, શિષ્ય પોતાનું પરમસદ્ભાગ્ય સમજે છે, અને તેના આનંદ-અતિરેકના અનુભવને અભિવ્યક્ત કરતાં શિષ્ય સદ્ગુરુને કહે છે કે “હે ભગવન્! આજે હું સર્વત્ર, અંદર અને બહાર, જગતનાં સર્વ પ્રાણીઓમાં અને પદાર્થોમાં, જ્ઞાન-સ્વરૂપનાં માધ્યમોમાં, સર્વનો આશ્રય બનીને હું જ રહેલો છું.
અને બીજો એક ચમત્કાર તો મને આજે એ ઉપલબ્ધ થયો છે કે આ પહેલાં, અગાઉ, - એટલે કે આજની મારી આ બ્રાહ્મીસ્થિતિની ઉપલબ્ધિ પૂર્વે, - મને જે કંઈ આ()-સ્વરૂપે અને તે (ત)-નાં રૂપમાં જૂદાં-જુદાં (પૃથ) દેખાતાં હતાં (äતથા તૃષ્ટમ), તે બધાંને હવે “આ-તે –સ્વરૂપમાં જૂદાં નહીં, પરંતુ માત્ર – હું
સ્વરૂપે જ હું જોઈ રહ્યો છું, - અને આમાં પણ આશ્ચર્યોનું આશ્ચર્ય તો એ છે કે દણ પણ હું જ છું અને દેશ્ય પણ હું જ છું ! ભોક્તા પણ હું જ અને ભોગ્ય પણ હું જ ! કર્તા(subject) પણ હું જ અને કર્મ(Object) પણ હું જ !”
“સંક્ષેપમાં, પ્રમાતા-ચૈતન્ય તરીકે, એટલે કે ચિરૂપ અથવા જ્ઞાન-રૂપ થઈને, એ જ્ઞાનનાં જ આશ્રયે, મારાં જ અંતઃકરણ દ્વારા, હું જ સર્વત્ર, સબાહ્યાંતર, સર્વમાં, સ્થિત બની ગયો છું ! અને આ રીતે જ્યારે પ્રમાતા-ચૈતન્ય પોતે જ જયારે સર્વનું અધિષ્ઠાન બની રહે ત્યારે, - આવી ઘટનામાં, - “આરોપિત” અને “અધિષ્ઠાન” (Substratum) વચ્ચે કશી ભિન્નતા રહેતી જ નથી : ધષ્ઠાનામ્ બિનતી आरोपितस्य ।
બસ, આજે હવે હું સર્વ અધિષ્ઠાનો સાથે કોઈક અપૂર્વ પ્રકારની અભિન્નતા અનુભવી રહ્યો છું !”
શ્લોકનો છંદ : ઉપજાતિ (૪૯૬).
૯૮૪ | વિવેકચૂડામણિ