________________
भाव-अद्वैतं सदा कार्य, क्रिया-अद्वैतं न कुत्रचित् । अद्वैतं त्रिषु लोकेषु न-अद्वैतं गुरुणा सह ॥
(“ભાવની બાબતમાં અતિ સદા સેવવું, પણ ક્રિયાની બાબતમાં તો અદ્વૈત ક્યાંય-ક્યારેય નહીં : ત્રણેય લોકમાં અદ્વૈત ભલે રહે, પરંતુ ગુરુની સાથે શિષ્યનું અદ્વૈત ન હોવું જોઈએ !”)
ગુરુ-શિષ્ય વચ્ચે આવો દૈતભાવ-સંબંધ સચવાઈ રહ્યો હોય તો જ, શિષ્ય, આ રીતે, પોતાના ગુરુ પ્રત્યેનો ભક્તિભાવ યોગ્ય રીતે અભિવ્યક્ત કરી શકે.
શિષ્ય પોતાના ગુરુને “મહાત્મા’ એટલા માટે માને છે કે ગુરુએ ખૂબ ઉદારતાપૂર્વક શિષ્યની સર્વ મર્યાદાઓ અને નિર્બળતાઓને નિભાવી લીધી છે. વળી, શિષ્ય, પોતાના ગુરુનાં શરીરને, નમસ્કાર નથી કરતો. એની દષ્ટિએ તો, ગુરુદેવની એક પરમપવિત્ર ભાવમૂર્તિ જ, તેની સમક્ષ છે, જે “સઉત્તમ” છે, જે માત્ર સંતશિરોમણિ જ નહીં, બ્રહ્મવિદ્વરિષ્ઠ પણ નહીં, - પરંતુ આનંદરસ-સ્વરૂપ અને અપાર દયાના સાગર સમા પરમાત્મા પોતે જ છે !
અને મૂને - શબ્દમાં તો, શિષ્યનાં મનમાં, છાંદોગ્ય-ઉપનિષદના ઋષિએ ઉચ્ચારેલા “ભૂમા”નો જ ભાવ (મૂમાં વ સુવું, 7- જે સુવું સ્તિ ) હોય, એ સ્વાભાવિક છે.
અને ગીતાના વિશ્વરૂપદર્શન-યોગ-નામના ૧૧મા અધ્યાયમાં, ભગવાન શ્રીકૃષ્ણને કરેલા અર્જુનના નમસ્કારના શ્લોકો (૩૯, ૪૦ વગેરે), આ અનુસંધાનમાં, આપણને ભલે યાદ આવી જાય; પરંતુ બંનેમાંના ભાવોમાં એક બહુ મોટો તફાવત છે : ગીતામાં તો, અર્જુને, પોતે પહેલાં ભગવાનને પોતાનું ઈશ્વરીય-સ્વરૂપનું દર્શન કરાવવાની પ્રાર્થના કરી હતી, -
દ્રવ્રુમિચ્છામિ તે પઐશ્વર પુરુષોત્તમ ! (શ્લોક-૩) અને પછી, ભગવાનનાં વિરાટરૂપને જોઈને તે એવો ભયભીત થઈ ગયો કે તેણે પોતે જ, ભગવાનને, પોતાનાં મૂળસ્વરૂપે પોતાની સમક્ષ ફરી પ્રગટ થવાની પ્રાર્થના કરી ત્યારે, આવા નમસ્કાર-શ્લોકો તેણે ઉચ્ચાર્યા હતા !
જ્યારે અહીં તો, આપણા આ પ્રસ્તુત શિષ્યનાં મનમાં, નમસ્કાર કરતી વેળાએ, ગુરુ પ્રત્યેના નિર્મળ આદરભાવ સિવાય, અન્ય કોઈ ભાવ જ નથી !
"શ્લોકનો છંદ ઉપજાતિ (૪૮૭)
વિવેકચૂડામણિ | ૯૬૭