________________
બાબતની વીગત, શ્લોકની પ્રથમ બે પંક્તિમાંના લાંબા સમાસમાં આ પ્રમાણે આપવામાં આવી છે : ય-ટાક્ષ એટલે જેમનો(જે સદ્ગુરુનો) કૃપા-કટાક્ષ. સદ્ગુરુનો આ કૃપા-કટાક્ષ કેવો છે ? આ પ્રમાણે બે વિશેષણો : - (૧) શિક્ષાપન્દ્રિા । સન્દ્ર એટલે સઘન, સુઘટ્ટ (Compact); ચંદ્રની સઘન અને સુમધુર ચાંદની જેવો શીતળ; અને (૨) પાત-ધૂત-મવતાપન-શ્રમ: । ભવતાર સંસારનો સંતાપ; અને એટલે તસ્માત્ ખાત: ત્રમઃ । એટલે કે સંસાર-સંતાપનો શ્રમ-થાક-કંટાળો; પાત પડવું. ચંદ્રની શીતળ ચાંદનીનું પડવું, પતન; અને આ પતનને લીધે ધૂત એટલે કે દૂર કરવામાં આવ્યો છે. ચંદ્રની સઘન ચાંદની જેવા, સદ્ગુરુના શીતળ કૃપા-કટાક્ષ વડે, તે પડતાંની સાથે જ, શિષ્યના સંસાર-સંતાપનો સઘળો શ્રમ દૂર થઈ ગયો છે, એ શ્રમનું નિવારણ થઈ ગયું છે.
અને આ શ્રમ નિવૃત્ત થવાની સાથે જ, શિષ્ય કહે છે કે, ક્ષણવારમાં જ અખંડ વૈભવરૂપી આનંદ અને અવિનાશી આત્મપદ મને પ્રાપ્ત થઈ ગયું છે ! મારા પર આવો અવર્ણનીય ઉપકાર કરનાર સદ્ગુરુને, આ પહેલાંના શ્લોક-૪૮૭માંની વીગતો પ્રમાણે, મારા વારંવાર નમસ્કાર હજો ! (૪૮૮)
-
·
-
અનુવાદ :
જેમનો કૃપાકટાક્ષ ચંદ્રની સઘન ચાંદની જેવો શીતળ છે અને જે, મારા પર પડતાંની સાથે જ, ક્ષણવારમાં, અખંડ ઐશ્વર્ય અને આનંદસ્વરૂપ આત્મપદ મને પ્રાપ્ત થઈ ગયું છે, તેમને (ગુરુદેવને વારંવાર મારા નમસ્કાર હજો !) (૪૮૮)
ટિપ્પણ :
ગુરુની કૃપા વડે શિષ્યે જે પ્રાપ્તિ કરી, તેના માટે તેણે જે શબ્દ પ્રયોજ્યો, - ‘આત્મપદ’, - તેની પસંદગી પૂરેપૂરી ઔચિત્યપૂર્ણ છે : અત્યારસુધી તે પંચકોશ અને પંચમહાભૂતવાળા શરીરની પળોજણમાં પડ્યો હતો; અને જો તેને સદ્ગુરુનાં અમૂલ્ય ઉપદેશ અને માર્ગદર્શનનો લાભ ન મળ્યો હોત તો, હજુ પણ સંસારી જીવનના આવા અનાત્મ-પદાર્થોની નિરર્થક ખેવનામાં જ તે અટવાતો હોત ! એટલે શરીરપદ'માંથી મુક્ત બનીને ‘આત્મપદ’ની તેની આ પ્રાપ્તિ, એ, ખરેખર, એક અનન્ય ઉપલબ્ધિ છે.
બીજું, સંસારના સંતાપ(મવતાપ)માં તે સળગી રહ્યો હતો, એટલે સદ્ગુરુના ચંદ્રિકા-શીતળ કૃપાકટાક્ષે તો એક પ્રકારના શીતોપચાર જેવા ઉચિત અને આવશ્યક ઔષધનું જ કામ તેના પર તો કર્યું ! દાઝેલા દર્દીને હોસ્પિટલના બર્ન્સ વૉર્ડ'માં આવા શીતોપચાર વડે જે રાહત થાય, એનું મૂલ્ય તો તે દર્દી જ સમજી શકે. પરંતુ
વિવેકચૂડામણિ / ૯૬૯