________________
છે? મોરાશિ-વિશી-વાષશિલ્લામાવું બનતું | મોરાશિ એટલે (N: - પાણી અને રાશિ - સમૂહ, પાણીનો સમૂહ) સાગર, સમુદ્ર, વિશીર્થ એટલે પડતાં શીર્ણ-વિશીર્ણ થઈ જતા; વાષિા-શિતા એટલે ચોમાસામાં પડતા પાણીના બરફના પથ્થરો, એટલે કે કરા. વલું નવા વાષિા: ચોમાસામાં ઉત્પન્ન થતા; પિતા એટલે કરા(Hail-stones); આ કરાના ભાવને ભજી રહેલું, એટલે એના ભાવનેસ્વરૂપને પામી ગયેલું મારું મન. વળી, આ મન કેવું છે ? યસ્થ સંશાંશવે વિતીનમ્ ! વિતીન એટલે ભળી ગયેલું, લય પામી ગયેલું. રીનાં અંશાચ નવ: | તેના અંશના પણ અલ્પ-અંશમાં, એટલે બહુ જ નાના અંશોમાં ભળી જઈને, તેમાં વિલીન થઈ ગયેલું મારું મન (હવે અત્યંત શાંત થઈ ગયું છે). (૪૮૩) અનુવાદ :
પોતાના જ આનંદ-રૂપી અમૃતનાં પૂર વડે પૂરવામાં આવેલા પરબ્રહ્મરૂપી સાગરના વૈભવને વાણી વડે વર્ણવવો અશક્ય છે અને તેને મન વડે ઉચ્ચારવો પણ અશક્ય છે. ચોમાસામાં પડતા કરા ગળી જઈ સાગરમાં તરૂપ થઈ, તેના અંશના પણ અલ્પ-અંશમાં ભળી જઈ તેમાં લય પામે છે, તેવા ભાવને પામી ગયેલું મારું મન અત્યારે આનંદસ્વરૂપે શાંત-પ્રશાંત બની ગયું છે. (૪૮૩). ટિપ્પણ :
આ શ્લોકમાં શિષ્ય પોતાના બ્રહ્માનંદના ઉદ્રકનું વર્ણન ચાલુ રાખ્યું છે. '
મહાસાગર સાથે સંકળાયેલી બે સ્વાભાવિક ઘટનાને કેન્દ્રમાં રાખીને તેણે, તેના માધ્યમમાં, પોતાની ભીતર ઊછળી રહેલા આનંદના ઓઘને અભિવ્યક્ત કરવાનો અહીં પ્રયત્ન કર્યો છે.
એક તો એ કે આ તો મહાસાગર ! જેટલો વિસ્તીર્ણ અને વિશાળ (wide), એટલો જ અતાગ અને અગાધ (Unfathomable) ! જેટલો વ્યાપક એટલો જ ઊંડો ! અને બિચારી વાણી ! એની પાસે પર્યાપ્ત સંખ્યામાં અને અભિવ્યક્તિ-ક્ષમ શબ્દો ક્યાં? અને એવું જ “બાપડું' (Poor) મન ! આ પહેલાં જ, શિષ્ય એકરાર તો કરી જ ચૂક્યો છે કે “મારી બુદ્ધિ વિનષ્ટ થઈ ગઈ છે !” (દ્ધિર્વિન) ! જેનું કામ જ મનન કરવાનું છે તે “મને, પોતે જ, ગૌડપાદાચાર્યની પરિભાષામાં, “અમન' થઈ ગયું છે ! વાણી શું ઉચ્ચારે ! અને મન શું વિચારે !
પરંતુ હજુ મૂળ મુદ્દાની વાત તો રહી જ ગઈ! ભૂગોળનાં પાઠ્યપુસ્તકોમાં વિદ્યાર્થીઓને ભણવા-ભણાવવામાં આવતો કોઈ સામાન્ય પ્રકારનો આ મહાસાગર નથી : આ તો પર-બ્રહ્મરૂપી મહાસાગર છે, જેમાં શિષ્યના પોતાનાં જ આનંદરૂપી
૯૫૮ | વિવેકચૂડામણિ