________________
તત્ તૂ તદ્ ૩ 7િ (“તે પરમતત્ત્વ દૂર છે, તે સમીપ પણ છે !”)
કેવું પરસ્પર-વિરોધાભાસી વિધાન ! જે દૂર હોય, તે, સમીપે કેવી રીતે હોઈ શકે ? હકીકતમાં, “દૂર” અને “સમીપ” તે બંને શબ્દો, સાપેક્ષ(Relative) છે. એમાં ભૌગોલિક અંતર(Geographical distance)ની વાત જ નથી : વ્યક્તિની દૃષ્ટિનું જ મહત્ત્વ છે : “જેવી દૃષ્ટિ, તેવી સૃષ્ટિ !”
દેહને જ આત્મા સમજી બેઠેલા સ્થૂલદર્શી મનુષ્ય માટે આત્મા એટલો બધો દૂર છે કે જેમ-જેમ પાસે જવાનો તે પ્રયત્ન કરે, તેમ-તેમ ક્ષિતિજની માફક તે તેનાથી દૂર સરી જતો તે દેખાય છે. એ જ રીતે આત્મતત્ત્વ આવા મનુષ્યની પકડમાં આવતું નથી. પરંતુ જેનું હૃદય નિર્મળ અને વિશુદ્ધ છે તથા જે સૂક્ષ્મદર્શી છે, તેને તો, આંખ બંધ કરે ત્યાં જ, આત્મતત્ત્વ(પરમતત્ત્વ) સ્વયં સામેથી આવીને, પોતાની જ ભીતર, દર્શન આપે છે !
જેનાં નેત્રો ભીતર ભણી વળ્યાં છે, તેને ઉપનિષદના ઋષિઓ સાવૃતવક્ષઃ કહે છે. “આવૃતચક્ષુ'નું મીરાંનું અર્થઘટન આ પ્રમાણે છે :
“ઊલટ ભઈ મેરી નયનકી ” અને કબીર તો, માણસનો, આ રીતે, ઊધડો જ લઈ લે : - “તેરા સાહિબ હૈ ઘટમાંહી,
બાહર નૈનાં ક્યાં ખોલે ?” એ જ રીતે, પરમતત્ત્વની ખોજમાં વનમાં જઈ રહેલા મૂર્ખ માણસને ગુરુ નાનક પણ આવો જ ઠપકો આપે છે :
“કાહે રે ! બન ખોજન જાઈ ?
સર્વ-નિવાસી સદાં અલેપા, તોહી-સંગ સમાઈ !” અને “દૂર-સમીપ” વિશેની ઉમાશંકર જોશીની દષ્ટિ તો આવી, સાવ નિરાળી : “હોડીને દૂર શું, નજીક શું !” અને “માઇલોના માઇલો મારી અંદર,
ચાલતી ગાડીએ હું સ્થિર, અચલ !” અને આ જ કારણે, ગીતાએ (૧૩, ૧૫) પણ પરમતત્ત્વને ઉપનિષદની પરિભાષામાં જ પ્રમાણું છે : ટૂલ્શ વાન્તિ ૨ તત્ |
તેમાં “આ” શું ને તે” શું? “આ” કહો તો તેમાં “તે” ન આવી શકે ! અને “તે” કહો તો તેમાં “આ” ન આવી શકે ! નથી “આ”-પણું (This-ness), નથી “A”-પણું (That-ness) !
'વિવેચૂડામણિ | ૯૬૩