________________
બાબતમાં, પ્રમાણરૂપ શું?” – એ મુદ્દાને અનુલક્ષીને, શિષ્યની સંભવિત જિજ્ઞાસાને, આચાર્યશ્રી અહીં સંતૃપ્ત કરે છે.
કેટલીક વાર એવું બને છે કે આત્મસાક્ષાત્કાર પછી પણ, પ્રમાણ'(Authority)ની બાબતમાં, સાધકને માનસિક સમાધાન થતું નથી; એટલે તેને મદદરૂપ થાય એવું માર્ગદર્શન અહીં આપવામાં આવ્યું છે. - આપણાં સહુનું એ પરમ સદ્ભાગ્ય છે કે વેદોનાં મહાવાક્યો અને ઉપનિષદોનાં શ્રુતિવચનો વડે આપણા મંત્રદષ્ટા ઋષિઓએ સમગ્ર શ્રુતિસાહિત્યને પોતાનાં આર્ષદર્શન વડે સમૃદ્ધ કર્યું છે; શબ્દપ્રમાણ અથવા શ્રુતિપ્રમાણથી વધીને બીજું કોઈ આર્ષ અને અસંદિગ્ધ “પ્રમાણ” નથી. વળી, આ શ્રુતિસાહિત્યની આધારશિલા પર જ રચાયેલું સ્મૃતિ સાહિત્ય અને વિવિધ શાસ્ત્રસાહિત્ય પણ, શ્રુતિને જ અનુસરતું હોવાથી, એટલું જ પવિત્ર અને “પ્રમાણ”સ્વરૂપ છે. આ ઉપરાંત, શંકાઓનાં સમાધાન માટે, ન્યાય-દર્શન-પ્રબોધિત તર્ક તથા અનુમાનની અનેક યુક્તિ-પ્રયુક્તિઓ પણ (Logical Reasoning) આ પ્રકારની ચકાસણીમાં અવશ્ય મદદરૂપ બની શકે. અને આચાર્યોઉપદેશકોનાં આત્મજ્ઞાન-આધારિત ઉદ્બોધનો પણ જરા પણ ઓછા પ્રમાણભૂત નથી. (શાä યુ$િ: રેશિoો$િ: પ્રમાણમ્ )
પરંતુ સૌથી વધારે મોટું પ્રમાણ તો છે, અંતઃકરણથી સિદ્ધ થયેલો પોતાનો અનુભવ (અન્ત:સિદ્ધા સ્વાનુભૂતિ: પ્રHITH I) !
આ સિદ્ધિનાં સમર્થનમાં, કવિકુલગુર કાલિદાસનું એક અર્થાન્તરન્યાસઅલંકારયુક્ત વિધાન યાદ આવે છે : મૃગયા માટે નીકળેલો ચક્રવર્તી સમ્રાટુ દુષ્યન્ત કુલપતિ કસ્વના આશ્રમે જઈ ચડ્યો અને તપોવન-કન્યા શકુન્તલા પ્રત્યે આકર્ષાયો. પરંતુ તેનાં સાધુહૃદયમાં એક સાત્ત્વિક શંકા ઉદ્ભવી : પોતે ક્ષત્રિય અને શકુન્તલા તો બ્રાહ્મણકન્યા ! ધર્મશાસ્ત્રો પ્રમાણે, આવું લગ્ન તો નિષિદ્ધ ગણાય ! પરંતુ પોતે તો સંપૂર્ણ સજ્જન, પોતાનું હૃદય આવી અનુચિત ઇચ્છા સેવે જ કેમ ? અને એનાં અંતઃકરણે જ એને “પ્રમાણ” આપ્યું કે એની ઇચ્છા જરા પણ અનુચિત નથી : શકુન્તલા પણ, વિશ્વામિત્રની પુત્રી હોવાથી, ક્ષત્રિયકન્યા જ છે, - એવી એને પાછળથી માહિતી મળી અને અંતઃકરણ-સિદ્ધ સ્વાનુભૂતિનાં પ્રમાણ અનુસાર, દુષ્યન્ત શકુન્તલા સાથે ગાંધર્વ-વિવાહથી જોડાઈ શક્યો ! તે વખતે, તેના મનમાંથી મળી રહેલું “પ્રમાણ” આ પ્રમાણે હતું :
सतां हि सन्देहपदेषु वस्तुषु
પ્રમ કા:પ્રવૃત્તયા (“અભિજ્ઞાનશાકુન્તલ”, ૧, ૨૧) (“સજજનોને સંદેહ થાય ત્યારે, તેનાં અંતઃકરણનો અભિપ્રાય અવશ્ય
વિવેકચૂડામણિ | ૩૯