________________
(૨) વત્ પરેષાં જ્ઞાન, (ત) માનુમાનિવ (મતિ) / અનુમનિ એટલે અનુમાન દ્વારા જ જાણી શકાય તેવું, અનુમાન-સ્વરૂપ. વત્ પરેષાં જ્ઞાન, – એટલે, બંધનથી માંડીને ભૂખ-તરસ સુધીનું, બીજાઓમાં થતું જ્ઞાન. (૪૭૬) અનુવાદ :
બંધન, મોક્ષ, સંતોષ, ચિંતા, આરોગ્ય અને ભૂખ-તરસ વગેરે (જેનામાં થાય તે) પોતે જ જાણી શકે છે. (આ બધાનું) બીજાઓમાં થતું જ્ઞાન તો અનુમાન દ્વારા જ જાણી શકાય તેવું હોય છે. (૪૭૬). ટિપ્પણ :
ગયા શ્લોકમાંનાં મન્ત:સિદ્ધાં સ્વાનુભૂતિઃ પ્રમાણમ્ I - એ વિધાનનાં સમર્થનમાં, આચાર્યશ્રી, આ શ્લોક રજૂ કરે છે.
આમ તો, એ જ શ્લોકમાં, ત્રીજી લીંટીમાં, શ્રુતિ, સ્મૃતિ, શાસ્ત્રો, તર્ક, અને ગુરુજનોનાં વચનો વગેરેને પ્રમાણ” તરીકે, શિષ્યની સમક્ષ, રજૂ કર્યા પછી,
(અને”)-શબ્દ સાથે, ચોથી લીંટીમાં, પ્રમાણતરીકે જેને ઊમેરવામાં આવ્યો છે - “અંત:કરણથી સિદ્ધ થયેલો પોતાનો અનુભવ”, - તે, “સર્વશ્રેષ્ઠ પ્રમાણ છે”, એમ ભલે સ્પષ્ટતાપૂર્વક કહેવામાં ન આવ્યું હોય; એક સ્વતંત્ર શ્લોક તરીકે, આ શ્લોક(૪૭૬)ને ઊમેરવામાં આવ્યો છે, તે હકીક્ત જ, ગયા શ્લોકમાંની ચોથી લીંટીમાંનું પ્રમાણ' સર્વશ્રેષ્ઠ છે, એવું આચાર્યશ્રીને પોતાને અભિપ્રેત છે, એની સાબિતી છે.
નૈવ વેદા, - એ શબ્દોથી જે અભિવ્યક્ત થાય છે તે, સ્વકીય જ્ઞાન અથવા આત્મગતું, અપરોક્ષ જ્ઞાન (Subjective Direct Knowledge) છે, અને પરેષાં જ્ઞાનથી જે ઉદિષ્ટ છે તે, પર-જ્ઞાન અથવા પરોક્ષ જ્ઞાન (Indirect, Objective Knowledge) છે, - એ હકીકત તો, આવા શબ્દો પ્રયોજાયા હોવાથી જ, આપમેળે ઉપસી આવે છે.
બંધન, મુક્તિ, સંતોષ, ચિંતા, તંદુરસ્તી, ભૂખ-તરસ, - આ સર્વ એવી પરિસ્થિતિઓ છે, - જેનાં સુખ-દુઃખ, આનંદ-શોક વગેરેનો અનુભવ તો, જે એમાંથી પસાર થાય તે પોતે જ જાણી શકે : એક-બે દાખલા જ, આની પ્રતીતિ માટે, પૂરતા થશે : તરસ, ખરેખર, શું છે, એનું આત્મજ્ઞાન તો, વૈશાખ-જેઠ મહિનાના ધોમધખતા મધ્યાહ્નમાં, રણપ્રદેશમાં, પ્રવાસ કરી રહ્યો હોય, તેવા મુસાફરને જ થાય, બીજાઓ તો, એને તરફડતો જોઈને જ એની તરસ-પીડાનું ફક્ત અનુમાન કરી શકે. કેન્સર જેવા જીવલેણ રોગમાં પથારીવશ દર્દીને જ એની મહાવ્યથાની સાચી અનુભૂતિ થઈ શકે; દર્દીના સ્વજનો તો એને રીબાતો જોઈને જ એનાં કષ્ટની માત્ર કલ્પના કરી.
વિવેકચૂડામણિ | ૯૪૧