________________
આવું જ્ઞાન અને શાથી થયું? - રૂતિ કુતિમાંwત્ વવનાત્ માત્મયુક્રયા ૨ . આ પહેલાંના ઘણા શ્લોકોમાં સદ્ગુરુએ પરમતત્ત્વ વિશે જે સવિસ્તર ઉપદેશ આપ્યો, તે પ્રમાણે (તિ); અને જે જ્ઞાન તેને પ્રાપ્ત થયું, તેમાં આ પ્રમાણે, ત્રણ કારણો, તેને સહાયભૂત બન્યાં : (૧) એક તો એ કે તે બધાં ગુરુવચનો હતાં, જે ગુરુ પ્રત્યે તેનાં મન-હૃદયમાં ઊંડો આદર હતો, અને જેમનાં માર્ગદર્શનમાં તેને સાચી શ્રદ્ધા હતી; (૨) બીજું, આપણે આ પહેલાં જોયું તે પ્રમાણે, સદગરનાં ઉપદેશ-વચનો શ્રુતિ-પ્રમાણ વડે સમર્થિત કરવામાં આવ્યાં હતાં, શ્રુતિ-પ્રમાણિત હતાં; અને (૩). ત્રીજું, ગુરુનાં તે વચનો પર તેણે યુક્તિપૂર્વક અને સ્વાનુભવપૂર્વક મનન કર્યું હતું, તેથી. (૪૮૦) અનુવાદ :
આ પ્રમાણે, શ્રુતિ-પ્રમાણિત ગુરુવચનો પર સયુક્તિક મનન વડે, પરમતત્ત્વને તાત્ત્વિક રીતે જાણી-સમજીને, પ્રશાંત-ઇન્દ્રિયોવાળો, સમાહિત ચિત્તવાળો અને અવિચળ-સ્વરૂપવાળો બનેલો કોઈક શિષ્ય આત્મસ્વરૂપમાં નિષ્ઠાવાળો થયો. (૪૮૦). ટિપ્પણ:
આ સમગ્ર ગ્રંથને, ગીતા વગેરે ગ્રંથોની જેમ, ગુરુ-શિષ્ય-સંવાદના સ્વરૂપમાં. વિભાજિત કરીને, આચાર્યશ્રીના સુદીર્ઘ અને સવિસ્તર ઉપદેશના સંદર્ભમાં, જે સમજવાનું છે કે, આપણે વિચારીએ તો, એમ કહી શકાય કે આચાર્યશ્રીના, સાચા અર્થમાં, “અંતેવાસી એવા મોક્ષાર્થી શિષ્ય, સૌપ્રથમ, શ્લોક-૫૧માં, આચાર્યશ્રી સમક્ષ, મોક્ષપ્રાપ્તિનાં પોતાનાં જીવન-ધ્યેય વિશે, પોતાની મુશ્કેલી, આ પ્રમાણે, રજૂ કરી હતી ? –
તો નામ વન્યઃ ? વથષ માતઃ ?
कथं प्रतिष्ठास्य ? कथं विमोक्षः ? । ક્રોસ મનાત્મા ? પરમ: : માત્મા ?
તયો: વિવેક હશે ? પતિ વ્યતીમ્ | આમ, બન્ધન, મોક્ષ, અનાત્મા, પરમ આત્મા, એ બે વચ્ચેનો વિવેક, વગેરે પોતાને મુંઝવતા મુદ્દાઓ વિશે કુલ સાત પ્રશ્નો પૂછીને, શિષ્ય, - “તઃ ૩ચંતામ" - એમ કહીને, આચાર્યશ્રી પાસે માર્ગદર્શન માગ્યું હતું.
ત્યારપછી, આચાર્યશ્રીએ, આ સર્વ પ્રશ્નોના જે ઉત્તરો આપ્યા, તેના પરથી, શિષ્યનાં મનમાં જે જિજ્ઞાસા ઉદ્ભવી, તે તેણે, ફરીથી, આચાર્યશ્રી સમક્ષ, આ પ્રમાણે શ્લોક-૨૧૪માં આ પ્રમાણે રજૂ કરી :
૯૫૦ | વિવેકચૂડામણિ