________________
શ્લોકનો ગુજરાતી પાઠ :
જન્મવૃદ્ધિપરિણત્યપક્ષય
-વ્યાધિનાશનવિહીનમવ્યયમ્ વિશ્વસૂર્યવનઘાતકારણે
બ્રહ્મ “તત્વમસિ' ભાવયત્મનિ || ર૫૯ છે. શ્લોકનો ગદ્ય અન્વય : ગન્ન-વૃદ્ધિ-પરિતિ-અપક્ષય-વ્યાધિ-નાશન-વિહીને, અવ્યય, વિશ્વ-ષ્ટિ-અવન-યાત-ર, (દૃશ) થર્ બ્રહ્મ, ‘ત' (બ્રહ્ય) ‘ત્વ સિ (તિ) ગાનિ ભાવ ( રપ૧ || | શબ્દાર્થ : આ પહેલાંના શ્લોકોમાં છે તેમ, મુખ્ય વાક્ય : તત્ (વહ્ય) ત્વ સિ (તિ) માવ ! કેવું બ્રહ્મ ? આ પ્રમાણે બહ્મનાં ત્રણ વિશેષણો છે. (૧)
-વૃદ્ધિ-પરિતિ-અપક્ષ-વ્યાધિ-નાશન-વિટ્ટીનમ | અને એટલે જન્મ, અને વૃદ્ધિ એટલે જન્મ પછીનાં બાલ્યાવસ્થા-કિશોરાવસ્થા-યુવાવસ્થા વગેરે શરીરના વધવાના, વિકાસના તબક્કાઓ, પરિણતિ એટલે પરિણામ, પરિવર્તન, સતત બદલતાં રહેવાની પરિસ્થિતિ(Change), અક્ષય એટલે ક્ષય પામવો, ક્ષીણ થવું, વ્યાધ એટલે રોગ, માંદગી, નાસન એટલે વિનાશ, મરણ, અવસાન. જન્મ પામતાં શરીર સાથે સ્વભાવગત રીતે સંકળાયેલા આ જે છ “વિકારો' છે તેનાથી બ્રહ્મ રહિત છે. જન્મથી શરૂ થતા અને મૃત્યુ સાથે પૂરા થતા આ છ વિકારોથી બ્રહ્મ પર છે, કારણ કે તે અજન્મા છે અને અમર્ય છે.
' (૨) ૩ -વ્યયમ્ | વ્યય એટલે વિનાશ. અનંત અને અમર્ત્ય હોવાથી બ્રહ્મ અવિનાશી છે.
(૩) વિશ્વ-સૃષ્ટિ-અવર-જાત-IR... I સૃષ્ટિ એટલે સર્જન, ઉત્પત્તિ, નવના એટલે રક્ષણ, પાલન-પોષણ (ઝવું રક્ષવું, એ ધાતુ પરથી બનેલું નામ Noun સમવનમ). વાત એટલે સંહાર, નાશ. આ સૃષ્ટિના સર્જન-પાલન-સંહાર, - એ ત્રણેય પ્રક્રિયાઓનું કારણ, બ્રહ્મ છે. (૨૫૯)
આવું જે બ્રહ્મ છે, “તે જ તું છે,' એવું ભાવન તું તારાં અંતરાત્મામાં કર.
અનુવાદ : જન્મવું, વધવું, બદલાવું, ક્ષીણ થવું, માંદા પડવું અને મૃત્યુ પામવા(શરીર સાથે સંકળાયેલા આ છ વિકારો)થી રહિત, અવિનાશી અને જગતનાં સર્જનં-રક્ષણ-સંહારનું કારણ, એવું જે બ્રહ્મ છે, “તે તું છે,” એવું ભાવન તારાં અંતઃકરણમાં કર. (૨૫૯)
' ટિપ્પણ: આ શ્લોકમાંનાં, બ્રહ્મનાં ત્રણેય વિશેષણોથી, આધ્યાત્મિક માનસ ધરાવતો કોઈ પણ સામાન્ય પ્રકારનો સાધક પણ પરિચિત હોય જ, અને એ ત્રણેય સાથે સંકળાયેલી જરૂરી વીગતોને શબ્દાર્થ-વિભાગમાં રજુ કરવામાં આવી છે, એટલે હવે કશા વિસ્તારની આવશ્યકતા રહેતી નથી.
શ્લોકનો છંદ : રથોદ્ધતા (૨૫૯)
વિવેકચૂડામણિ | ૪૮૩