________________
પોતે પર-બ્રહ્મ જ છું” – એમ અનુભવાય છે. ક્યારે ? સ્વ-આત્મનિ આરોપિતઅશેષ-આભાસ-વસ્તુ-નિવાસ-તઃ। નિયસ એટલે નિરસન, નિષેધ, ખંડન, ત્યાગ, નાશ. તઃ-શબ્દ પંચમી વિભક્તિનો અર્થ આપે છે : નિH-7: એટલે નિરસન કરવાથી. આોપિત એટલે આરોપવામાં આવેલી; અશેષ એટલે સર્વ, સમસ્ત, સઘળી; આમાસ એટલે ખરેખર નહીં, પણ માત્ર ભાસતી-દેખાતી, અસત્ય, મિથ્યા. આરોપવામાં આવેલી સર્વ મિથ્યા વસ્તુઓનો નિષેધ કરવાથી. ક્યાં આરોપવામાં આવેલી ? સ્વઆત્મનિ 1 પોતાના આત્મામાં. (૩૯૮)
અનુવાદ :
-
સ્વ-સ્વરૂપમાં, એટલે કે આત્મામાં આરોપવામાં આવેલી સમસ્ત મિથ્યા વસ્તુઓનું નિરસન કરવાથી, “હું પોતે અદ્વિતીય, અક્રિય અને પૂર્ણ એવો પર-બ્રહ્મ જ છું”, - એવો અનુભવ થાય છે. (૩૯૮)
ટિપ્પણ :
આમ તો, સંનિષ્ઠ સાધક તો જાણે-સમજે છે જ, એને તો પૂરી પ્રતીતિ છે જ, કે “હું પોતે જ પરબ્રહ્મ છું.” તો પછી મનુષ્યને આવી અનુભૂતિ કેમ થતી નથી ? અને આવી અનુભૂતિ ક્યારે થાય ? આ બંને સવાલોના જવાબ આ એક નાનકડા શ્લોકમાં આપવામાં આવ્યા છે.
-
મનુષ્યનો પોતાનો આત્મા તો, મૂળભૂત રીતે, પોતે જ એક અને અદ્વિતીય, પૂર્ણ પર-બ્રહ્મ જ છે. પરંતુ માણસનું મન એક અકળ તત્ત્વ છે. હકીકતમાં, માણસને પોતાને, ખ્યાલ પણ ન આવે તે રીતે, તેનું આ મન, અનેક વિચારો-વિકલ્પોવિક્ષેપો-વિક્ષોભોનું એક વિશ્વ બની જાય છે અને તેને ખબર પણ ન રહે એ રીતે, આવું મનોજગત અને એમાંના સઘળા મિથ્યા પદાર્થો, તેના આત્મા પર છવાઈ જાય છે, આરોપિત બની જાય છે !
હવે, માણસને જો “હું પોતે જ બ્રહ્મ છું” એવો અનુભવ કરવો જ હોય તો, પોતાના આત્મામાં આરોપિત થઈ ગયેલા પેલા સર્વ કલ્પિત મિથ્યા પદાર્થોનું, ત્યાંથી, એટલે કે પોતાના આત્મામાંથી, તેણે નિરસન કરવું જ રહ્યું.
પરંતુ આવો “અશેષ-આભાસ-વસ્તુ-નિરાસ” કરવો કેમ કરીને ? કેવી રીતે ? શી રીતે ? વેદાંત-દર્શનમાં, આ માટે, શ્રુતિ-યુક્તિ-નિદિધ્યાસન, એ ત્રણ રીતો સૂચવવામાં આવી છે : ‘શ્રુતિ' એટલે સ્વાધ્યાય અને સદુપદેશ, જેથી અજ્ઞાન દૂર થાય અને પરિણામે, મૂળ અધિષ્ઠાન એવા આત્માનું જ્ઞાન થાય; યુક્તિ’ એટલે શ્રુતિસંમત તર્કના આધારે, ચર્ચા કરીને અજ્ઞાન દૂર કરવું; દાખલા તરીકે, સૂર્યના ૭૭૬ / વિવેકચૂડામણિ
-