________________
ટિપ્પણ:
ગયા શ્લોકમાં, સંસારની સ્વભાવ-વિલક્ષણતામાં પણ સર્વત્ર સમદર્શી થવું, એટલે કે સમાન દૃષ્ટિ રાખવી, - તેને “જીવન્મુક્ત”નું લક્ષણ કહેવામાં આવ્યું છે. એમ કહી શકાય કે, આ “સમદર્શિત્વ”ની સિદ્ધિ સંપન્ન કરનાર “જીવન્મુક્ત”, એ સિદ્ધિનાં પ્રભાવ તથા પરિણામ-સ્વરૂપ, એક બીજી સિદ્ધિ પણ સંપન્ન કરી શકે, - એવું પ્રતિપાદન આ શ્લોકમાં કરવામાં આવ્યું હોવાથી, અહીંનું આ “જીવન્મુક્ત”લક્ષણ સાવ નવું કે જૂદું નથી. અલબત્ત, ચિત્તને અવિકૃત અથવા વિકારમુક્ત રાખવું, - એ સિદ્ધિ કંઈ સામાન્ય કે ન-ગણ્ય તો નથી જ, એ પણ સ્વીકારવું રહ્યું : “જીવન્મુક્ત”પરિચયના આરંભમાં, સૂત્રાત્મક શ્લોક-૪ર૭માં, “નિર્વિકાર”ને, સ્થિતપ્રજ્ઞ યતિનું લક્ષણ ગણવામાં આવ્યું જ છે, એ યાદ રાખવા જેવું છે.
સામાન્ય રીતે, મનુષ્ય, આ સંસારમાં, સતત પ્રતિભાવો-પ્રતિક્રિયાઓ (Reactions) અનુભવતો અને અભિવ્યક્ત કરતાં-કરતાં જ જીવતો હોય છે; વળી, દરેક મનુષ્યને, તેના પોતાના, મનુષ્ય-સહજ ગમા-અણગમા (Likes and Dislikes) પણ હોય જ છે. તેથી કશુંક મનગમતું (ડ્રષ્ટ) બને તો એનો માનસિક પ્રતિભાવ હર્ષ અથવા સુખનો હોય, અને અણગમતું (નિ) બને તો એનો પ્રતિભાવ, શોક અથવા દુઃખનાં રૂપે હોય છે અને આ એક માનવ-સહજ નિર્બળતા (Human Weakness) 9.
પરંતુ જીવન્મુક્ત તો, આવી પરિસ્થિતિમાં, એટલે કે ઈષ્ટ-અનિષ્ટ જેવી પરસ્પરવિરોધી બંને પ્રાપ્તિમાં પણ, પ્રતિભાવોથી પર રહી શકે છે. આમ તો, પ્રતિભાવ એ જ વિકાર ! અને આવું “અવિકારિત્વ જાળવી રાખવામાં, તેને સહાયરૂપ બને છે, ગયા શ્લોકમાંનું લક્ષણ, “સમદર્શિત્વ' !
સુખ અને દુઃખ, લાભ અને અ-લાભ, જય અને અ-જય જેવી પ્રિય-અપ્રિય(ડ્રષ્ટ-નિષ્ટ)ની પ્રાપ્તિ વખતે, બંને પરિસ્થિતિમાં (૩મત્ર), “સમ” વલણ રાખવું, -
સુહુઃ “એ” વૃત્વા નામાતા નયાનથી ! (૨, ૩૮)
એમ કહીને, ગીતામાં, ભગવાન શ્રીકૃષ્ણ, અર્જુનને, આવાં “સમદર્શિત્વનો જ અનુરોધ કર્યો હતો, - એ હકીકતથી, “જીવન્મુક્ત” તો સુપરિચિત હોય જ !
શ્લોકમાં પ્રયોજવામાં આવેલા, રૂષ્ટ અને અનિષ્ટ - એ બે શબ્દો, સામાન્ય સંસારી મનુષ્યને અનુલક્ષીને જ પ્રયોજાયા છે, એ તો સ્પષ્ટ છે જે, કારણ કે “જીવન્મુક્ત”ને તો, એનાં પોતાનાં લાક્ષણિક જીવન-દર્શન પ્રમાણે, ઈષ્ટ અને અનિષ્ટ જેવું કશું હોતું જ નથી. પોતાનાં શરીર-મન-બુદ્ધિને અતિક્રમીને, એનાં છેક અંતસ્તલ
૮૫૬ | વિવેકચૂડામણિ