________________
મોક્ષપ્રાપ્તિની સાધના-યાત્રા દરમિયાન, અધવચ્ચે તેને, જીવબ્રહ્મનાં એકત્વનું જ્ઞાન થયું, એની પાકી પ્રતીતિ થઈ; પરંતુ “ક્રિયમાણમાંથી, “સંચિત'માં થઈને, “પ્રારબ્ધસ્વરૂપે તેની સમક્ષ ઉપસ્થિત થયેલાં કર્મોનો પ્રવર્તમાન સઘળો પરિપાક તો, તેનાં જ્ઞાનોદય પહેલાનો છે. પેલું જ્ઞાન તો તેને પાછળથી, હમણાં, થયું. આમ, આ જ્ઞાન તેને, તેની સાધના-યાત્રાના આ તબક્કે સહાયભૂત થઈ શકે નહીં, “પ્રારબ્ધ કર્મો પર તેનો કશો પ્રભાવ પડી શકે નહીં, એટલે આવું પાછળથી પ્રગટેલું જ્ઞાન તેને હોવા છતાં, પ્રારબ્ધ કર્મો, પોતાનું ફળ તેને આપ્યા વિના, આ જ્ઞાનથી પણ, નાશ પામે નહીં ! આ કર્મોનાં ફળ તો તેણે ભોગવવાં જ રહ્યાં !
પેલાં કર્મો જ્ઞાનોદય-પહેલાનાં હતાં, આત્મા અકર્તા છે એવું જ્ઞાન તો તેને હમણાં થયું, તેથી તે જ્ઞાનથી (નાના), જ્ઞાનોદય પહેલાંનાં તેનાં કર્મો, પ્રારબ્ધક', તેને, પોતાં ફળ આપ્યા વિના નાશ પામે જ નહીં !
અને તેથી જ, જ્ઞાનીને પણ, વિદેહમુક્તિ સુધી, પેલાં કર્મોનાં સુખ-દુઃખાત્મક, સારાં-નરસાં સર્વ ફળો ભોગવતાં રહેવું જ પડે છે અને આ જ છે તાત્પર્યાર્થ પેલાં સૂત્રનો : પાન તુ રૂતરે ક્ષાયિત્વા સંપદ્યતે I (“બ્રહ્મસૂત્ર”) : “ફળ ભોગવીને, તે બંને પ્રકારનાં, શુભ-અશુભ, કર્મોને ક્ષીણ કરી નાખ્યા પછી જ તેની બ્રહ્મરૂપતા સંપન્ન થાય છે.”
બાણ તો ધનુષમાંથી છૂટી ચૂક્યું છે, એટલે એ તો એનાં લક્ષ્યને, વેગપૂર્વક (વેગેન) અને સંપૂર્ણપણે (નિ) વીંધ્યા વિના રહે જ નહીં !
શ્લોકનો છંદઃ અનુરુપ (૪૫૨-૪૫૩).
૪૫૪ प्रारब्धं बलवत्तरं खलु विदां भोगेन तस्य क्षयः
सम्यग्-ज्ञानहुताशनेन विलयः प्रासंचितागामिनाम् । ब्रह्मात्मैक्यमवेक्ष्य तन्मयतया ये सर्वदा संस्थिता
-स्तेषां तत् त्रितयं न हि क्वचिदपि ब्रह्मैव ते निर्गुणम् ॥४५४॥ શ્લોકનો ગુજરાતી પાઠ: પ્રારબ્ધ બલવત્તર ખલુ વિદાં ભોગેન તસ્ય ક્ષયઃ
સમ્યગુ-જ્ઞાનહુતાશનેન વિલયઃ પ્રાસંચિતાગામિનામ્ | બ્રહ્માત્મકયોવેક્ય તન્મયતયા યે સર્વદા સંસ્થિતા-સ્તેષાં તત્ ત્રિતયં ન હિ કવચિદપિ બ્રહોવ તે નિર્ગુણમ્ ૪પ૪
૮૯૪ | વિવેકચૂડામણિ