________________
આત્મા અમૃત, તત્ ન
પક્ષેત્ । બૃહદારણ્યક-ઉપનિષદ.
:
અને આમ છતાં, એટલે કે તે પરબ્રહ્મમાં પ્રતિષ્ઠિત બની રહ્યો છે તે કારણે, પોતાની ભૂતકાળની અજ્ઞાન-પરિસ્થિતિનું તેને ક્યારેય સ્મરણ જ ન થાય, એવું થોડું છે ? જ્ઞાની પણ ‘મનુષ્ય' તો રહે જ છે ઃ એટલે તેને પણ, પરબ્રહ્મ-પ્રતિષ્ઠિત થયા પછી પણ અને બ્રહ્મ સિવાય અન્ય કશાંનું દર્શન તેને ન થતું હોવા છતાં પણ, ભોજન-સ્નાન-મળત્યાગ જેવી માનવ-સહજ ક્રિયાઓની સ્મૃતિ ન થાય, આવી ક્રિયાઓનું તેને કશું ભાન રહેતું નથી, - એમ શી રીતે માની શકાય ? કોઈક મૂર્ખની આવી ભ્રાંતિને દૂર કરવા માટે જ, અહીં શ્લોકના ઉત્તરાર્ધમાં, આ વિશેનો ખુલાસો કરવામાં આવ્યો છે.
જાગેલો માણસ સ્વપ્નને સાચું ભલે ન માને, સ્વપ્નમાં જોયેલા પદાર્થોની સ્મૃતિ તો તેને થાય જ ને ! એ જ રીતે, બ્રહ્માનુભવીને પણ અગાઉનાં તેનાં જીવનની ક્રિયાઓ અને પ્રવૃત્તિઓ યાદ આવે જ નહીં, એવું શી રીતે બને ? ફેર માત્ર એટલો જ છે કે યાદ કરવા છતાં, એવી બધી માનવ-સહજ અને સામાન્ય ક્રિયાઓ અને પ્રવૃત્તિઓ તે સતત કરતો રહેતો હોવા છતાં, તેનાં મનમાં સુદૃઢ પ્રતીતિ હોય જ છે કે તે બધું જ મિથ્યા છે; પંચદશી’-કાર આવી ભ્રાંતિનું ખંડન આ રીતે કરે છે : 7 અપ્રતીતિ: તયો: વાધ, किं मिथ्यात्वनिश्चयः ।
જે શરીર, અગાઉ, પ્રાશન-મોચન વગેરે ક્રિયાઓ કરતું હતું તેને, તે, ‘હું, મારું' સમજતો હતો; હવે, જ્ઞાનના આવિર્ભાવનાં પરિણામે, એવી સર્વ ક્રિયાઓમાં, તેનાં ‘હું' કે ‘મારું’, એવા ભાવો રહેતા નથી.
બ્રહ્મમય બનેલા આત્મજ્ઞાની મુનિને પ્રારબ્ધ’ સાથે સંબંધ હોતો નથી, - એવાં પ્રતિપાદનનું, બસ, આ જ સાચું અર્થઘટન !
શ્લોકનો છંદ : ઉપજાતિ (૪૫૮)
૪૫૯
कर्मणा निर्मितो देहः प्रारब्धं तस्य कल्प्यताम् । 'नाऽनादेरात्मनो युक्तं नैवाऽऽत्मा कर्मनिर्मितः ॥४५९॥
શ્લોકનો ગુજરાતી પાઠ :
કર્મણા નિર્મિતો દેહઃ પ્રારબ્ધ તસ્ય કલ્પ્યતામ્ । નાડનાદેરાત્મનો યુક્ત નૈવાડઽત્મા કર્મનિર્મિતઃ ॥૪૫૯॥
વિવેકચૂડામણિ / ૯૦૫