________________
પ્રારબ્ધ” ક્યાંથી સંભવે ? એને વળી પ્રારબ્ધ' સાથે સંબંધ શો ? (૪૬૨). અનુવાદ :
વળી, શરીરને પ્રારબ્ધ છે, એવી કલ્પના પણ ભ્રાંતિ જ છે, કારણ કે “અધ્યસ્ત'(એવાં શરીર)ને અસ્તિત્વ ક્યાંથી હોય ? અને જેને અસ્તિત્વ જ નથી, એનો જન્મ કેમ થઈ શકે ? અને જે જન્મ્યો જ નથી, તેનો તો નાશ જ ક્યાંથી હોય ? તો પછી, અસ(એવા દેહાદિ)નું “પ્રારબ્ધ' ક્યાંથી સંભવે ? (૪૬૨) ટિપ્પણ :
પ્રારબ્ધની અત્યાર સુધીની ચર્ચા-વિચારણાને અંતે એવું પ્રતિપાદન કરવામાં આવ્યું કે “પ્રારબ્ધ” શરીરને જ હોય છે, કારણ કે તે શરીરનું કારણ છે. પરંતુ અહીંથી “પ્રારબ્ધ'નાં સ્વરૂપની આ વિચારણામાં એક નવો જ વળાંક આવે છે અને તે આ : શરીરનું પણ પ્રારબ્ધ ન હોઈ શકે. આવી કલ્પના પણ એક ભ્રાંતિ જ છે અને આવા નિર્ણયનું એક તર્કબદ્ધ કારણ એ છે કે શરીર તો આત્મા પર માત્ર આરોપિત છે, “અધ્યસ્ત છે અને જે આરોપિત કે અધ્યસ્ત હોય, તેનું અસ્તિત્વ જ નથી હોતું : સાપ તો દોરડા પર માત્ર આરોપિત હતો, સાપને જોનાર માણસની એ તો માત્ર ભ્રાંતિ(Delusion) જ હતી, મિથ્યા દર્શન હતું. અજવાળું આવ્યું, સાપ દેખાતો બંધ થઈ ગયો, કારણ કે તે ત્યાં હતો જ નહીં, ભ્રમણાને કારણે, એ તો દોરડા પર માત્ર આરોપિત જ હતો. એ જ રીતે શરીર, પૂલ, સૂક્ષ્મ અને કારણ, એ ત્રણેય પ્રકારનું શરીર, પણ આત્મા પર માત્ર અધ્યસ્ત(Super-imposed) જ છે. ટૂંકમાં, શરીરને, સાપની જેમ જ, પોતાનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ જ નથી. અનાદિ હોવાથી, આત્માનું તો “પ્રારબ્ધ હોઈ જ ન શકે પરંતુ “સત્તા (સત-ત્વ, Existence) વિનાના શરીરનું પણ “પ્રારબ્ધ હોય જ નહીં, હોઈ શકે જ નહીં, એ પ્રમાણભૂત રીતે સિદ્ધ થઈ ગયું.
“બ્રહ્મસૂત્ર” વગેરે પરનાં આચાર્યશ્રીનાં ભાષ્યોથી જેઓ પરિચિત છે, તેમને તો ખ્યાલ જ છે કે જૈન-બૌદ્ધ-સાંખ્ય વગેરે દર્શનો જેવાં પોતાના પૂર્વપક્ષોની દલીલોનું તેઓશ્રી ખંડન કરતા હોય ત્યારે, તેમનો તર્ક-પ્રભાવ, કોઈ આંતરરાષ્ટ્રીય સિદ્ધિ ધરાવતા બેરિસ્ટરથી પણ ચઢી જાય તેવો હોય છે અને એમાં, એમનાં એ બુદ્ધિચાતુર્યના વ્યાપમાં, નર્મ-મર્મ(Humour, Wit) વગેરે તો હોય છે જ, પરંતુ સાથે-સાથે પૂર્વપક્ષની અનાવડત પર ઉપહાસ-કટાક્ષ (Ridicule) પણ એવા જ તીવ્ર અને તીખા-તમતમતા હોય છે. આ શ્લોકમાં આપણને એમની આવી વિશિષ્ટ શૈલીનો થોડો પરિચય મળે છે. “અધ્યસ્ત હોવાથી, શરીરને “સત્તા'(Existence) જ નથી, તો પછી તેનો જન્મ (નિ.) કેમ થાય ? અને જેનો જન્મ નથી, એનો નાશ કેવી રીતે થઈ-હોઈ
૯૧૨ | વિવેકચૂડામણિ