________________
પામ્યા કરવાનું તો એના માટે નિર્વાહ્ય બની જ શી રીતે શકે ?
વળી, આ શ્રુતિવચનમાં વિન (ર્વિવિપિ) - એ શબ્દ એ રીતે સૂચક અને સાભિપ્રાય છે કે બ્રહ્મમાં “નાનાત્વ'ના સદંતર અભાવની બાબતમાં કોઈનાં પણ મનમાં જરા પણ શંકા રહી ગઈ હોય તો, તેને નાબૂદ કરે છે અને આ વિશે કોઈ પણ અપવાદ ન હોવાનું પણ સ્થાપિત કરે છે. અંગ્રેજી શબ્દ, - What-so-everનું સામર્થ્ય (Force) આ જિવન - શબ્દમાં છે.
બ્રહ્મનાં સાતેય વિશેષણોની સમજૂતી શબ્દાર્થ-વિભાગમાં આપવામાં આવી છે, તે છતાં, તે સર્વ શબ્દોને તેના દાર્શનિક સંકેતોના સંદર્ભોમાં જોઈ જઈએ :
પરિપૂર્ણમ્ I પર - એ ઉપસર્ગ, સમ્ - એ ઉપસર્ગ કરતાં પણ ‘પૂર્ણતા (Completeness, Full-ness)ની વિભાવનાને મહત્તમ સ્વરૂપમાં વ્યક્ત કરે છે . તેની ભીતર બીજું કશું જ ન હોવા છતાં તે “સંપૂર્ણતમ' છે ! અને આ જ કારણે તેમાં કશી સ્થાન-ગત (Spatial) મર્યાદા (Limitation) નથી, એ સત્ય સુનિશ્ચિતસ્વરૂપે સ્થાપિત થાય છે.
અનાદ્રિ-મનનમ્ તેને જન્મ નથી, મૃત્યુ નથી; ઉત્પત્તિ નથી, વિનાશ નથી. અપ્રમેયમ્ એટલે “અગ્રાહ્ય” તો ખરું જ, પરંતુ આ શબ્દમાં માં - ધાતુ છે, તે “માપ'(Measurement)નો અર્થ સૂચવે છે : જે “અમેય (Immeasurable) છે, અને તેથી “અનુપમ', “અનન્ય”, અજોડ (Unique) છે, સવતિશાયી-(Transcendental) છે.
વિચિમ્ : વિકાર-રહિત, પરિવર્તન-વિનાનું, અપરિણામી (Modificationless) છે.
પર્વ પવ અદમ્: એવા પ્રકારનું એકત્વ' તેનાંમાં છે કે જેનાં કારણે તેના સંદર્ભમાં, ક્યાંય, કશું જ “બીજું, “અન્ય', દ્વિત’ છે જ નહીં :
સ્વાત-બેરહિત, સનાત મેરહિતમ્ | અવ - શબ્દ “સજાતીયભેદરહિતત્વ સૂચવે છે, તો મદય - શબ્દ વિજાતીયભેદરહિતત્વનો નિર્દેશ કરે છે. છાંદોગ્યઉપનિષદનું શ્રુતિવચન, - પર્વ પર્વ અદિતીયમ્, એ જ આ પર્વ પર્વ દય. .
શ્લોકનો છંદ : અનુપુપ (૪૬૫)
૪૬ सद्घनं चिद्घनं नित्यमानन्दघनमक्रियम् । एकमेवाद्वयं ब्रह्म नेह नानास्ति किंचन ॥४६६॥
- વિવેકપૂડામણિ | ૯૧૯