________________
પ્રતિપાદન જ છે. ઉપર્યુક્ત શ્રુતિનું માત્ર એ જ તાત્પર્ય છે કે પ્રારબ્ધ–ક્ષયને અંતે, દેહત્યાગ કરીને જ, જ્ઞાની વિદેહમુક્તિ પામે છે અને આ શ્રુતિ પણ આ રીતે,
ઓછી સમજણ-શક્તિવાળાને સંતોષવા માટે જ છે. શ્લોક-૪૬૪ને અંતે જે પરમાર્થનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તે આ પ્રકારનો છે :
न निरोधो न चोत्पत्तिः न बद्धो न च साधकः । न मुमुक्षः न वै मुक्तः इति एषा ‘परमार्थता' ॥
(માંડૂક્ય-ઉપનિષદ ૨, ૩૨) (“ત્યાં એટલે કે બ્રહ્મમાં, નથી નાશ, નથી ઉત્પત્તિ, નથી કોઈ બંધનમાં બદ્ધ, તેમ જ નથી કોઈ સાધક, મોક્ષની ઇચ્છાવાળો પણ ત્યાં કોઈ નથી અને કોઈ મુક્ત પણ નથી : આ જ પરમ સત્ય છે.”).
માત્ર બ્રહ્મ જ પરમ સત્ય (Supreme Truth, Reality) છે”, - એવી અનુભૂતિ, એ જ પરમાર્થતા ! - અહીં શ્લોક ૪૬૩માં, અનુષ્ટ્રપ-છંદમાં ત્રણ પંક્તિ અને છ ચરણો છે.
શ્લોકોનો છંદ : અનુષુપ (૪૬૩-૪૪૪)
૪૬૫
परिपूर्णमनाद्यन्तमप्रमेयमविक्रियम् ।
एकमेवाद्वयं ब्रह्म नेह नानास्ति किंचन ॥४६५॥ શ્લોકનો ગુજરાતી પાઠ
પરિપૂર્ણમનાદામપ્રમેયમવિક્રિયમ્ |
એકમેવાદ્વયં બ્રહ્મ નેહ નાનાસ્તિ કિંચન ૪૬પા શ્લોકનો ગદ્ય અન્વય : __परिपूर्ण अनादि-अनन्तं, अप्रमेयं, अविक्रियं, एकं, अद्वयं एव ब्रह्म (ત) . ફુદ (મિન દ્રા ) વિન નાના ન ગતિ ૪૬વા શબ્દાર્થ :
મુખ્ય વાક્ય : વ્રણ (ફંશ અતિ) બ્રહ્મ (આવું) છે. બ્રહ્મ કેવું છે? આ પ્રમાણે સાત વિશેષણો : (૧) પરિપૂર્ણમ્ I સર્વત્ર, સર્વથા, સર્વધા, સર્વદા સંપૂર્ણ (Ever-full, Complete, Perfect, Plenary); (૨) અનાદ્રિ - આદિ એટલે કે
વિવેકચૂડામણિ | ૯૧૭