________________
શ્લોકનો ગદ્ય અન્વય :
प्रबुद्धः (मनुष्यः) प्रतिभासदेहे देहोपयोगिनि अपि च प्रपंचे, 'अहं'-तां, 'मम'-तां, 'इदं'-तां (च) न हि करोति, किं तु (सः) स्वयं जागरेण તિષ્ઠતિ II૪૫દ્દા. શબ્દાર્થ :
| મુખ્ય વાક્ય : પ્રવુ. (મનુષ્ય:) “દું-તાં, “મમ'–તાં, “રૂ—તાં ન દિ વતિ | પ્રવૃદ્ધ (મનુષ્ય:) એટલે ઊંઘમાંથી જાગેલો માણસ; “મ-તા એટલે હુંભાવ, “તે હું છું –એવો ભાવ; મમ-તા એટલે “મારા'-પણું, ‘તે મારું છે', - એવી લાગણી; રૂતી એટલે “આપણું; “તે આ છે', - એવી સમજ. જાગ્રત માણસ આવા કશા ભાવો સેવતો જ નથી. ક્યાં સેવતો નથી ? - આ બે વસ્તુઓમાં :
(૧) પ્રતિમા - સ્વપ્નમાં અનુભવેલા પ્રતિભાસિક દેહમાં; અને (ર) રેહો યોનિ ૨ પ્રપંચે ! અને દેહને ઉપયોગી એવા સમગ્ર સ્વપ્ન-પ્રપંચમાં, એટલે કે સ્વપ્નમાંના પદાર્થોમાં. તો પછી, તે શું કરે છે? – ક્રિતુ (:) સ્વયં નારે તિષ્ઠતિ | ગારે તિષ્ઠતિ એટલે જાગ્રતભાવથી રહે છે. (૪૫૬) અનુવાદ :
જાગેલો માણસ સ્વપ્નમાંના પ્રતિભાસિક દેહમાં અને દેહમાં ઉપયોગી એવા પ્રપંચમાં (એટલે કે સમગ્ર સ્વપ્નમાંના પદાર્થોમાં) “અહંતા, મમતા કે “ઈદ-તા કરતો જ નથી; પરંતુ તે પોતે તો કેવળ જાગ્રતભાવથી જ રહે છે. (૪૫૬) ટિપ્પણ:
બ્રહ્મમયતા-પ્રાપ્તિ પહેલાંની અને તે પછીની, - એ બંને વચ્ચેના આમૂલ તફાવતની હકીકત સમજાવવા માટે, સ્વપ્ન અને જાગ્રત - એ બંને વચ્ચેના એવા જ તફાવતનું, ગયા શ્લોકમાંનું દાંત, શિષ્ય માટે સવિશેષ પ્રતીતિજનક નીવડે એવા શુભાશયથી, આચાર્યશ્રી, અહીં, વિશદતર અને ચિત્રાત્મક રીતે રજૂ કરવાનું ચાલુ રાખે છે.
એક માણસને ઊંઘમાં સ્વપ્ન આવ્યું કે તે પશુ બનીને ઘાસ ખાતો હતો. હવે તે જાગ્યો. પરંતુ સ્વપ્નમાંનાં પોતાનાં પશુ-શરીર પ્રત્યે તે કશો હું'-ભાવ (-ness), ઘાસ વિશે કશો “મમ-ભાવ (Mine-ness) કે સ્વપ્નમાંના સમગ્ર સ્વાખિક જગત વિશે ‘આ’-ભાવ (This-ness) તે સેવતો નથી; એવું હોત તો, પોતાની રોજિંદી ભોજન-થાળીને બદલે, પશુનાં ગમાણમાં જઈને, તેણે ઘાસ ખાવાનું શરૂ કરી દીધું
૯૦૦ | વિવેકચૂડામણિ