________________
યુil (સ્તિ) IIઝવધા. શબ્દાર્થ :
મુખ્ય વાક્ય : મુને પ્રારબ્ધમાવથા યુpl (મસ્તિ) | મુનિ એટલે મનનશીલ, આત્મજ્ઞાની મુનિ, યતિ, સંન્યાસી; સદ્ભાવથ એટલે સંબંધની વાત, અસ્તિત્વની વાત; યુpi (તિ) . યોગ્ય નથી. આત્મજ્ઞાની મુનિની બાબતમાં પ્રારબ્ધનાં અસ્તિત્વની વાત કરવી તે યોગ્ય નથી. આ મુનિ કેવો છે ? -
उपाधि-तादात्म्य-विहीन-केवल-ब्रह्मात्मना एव आत्मनि तिष्ठतः (मुनेः) । તાલાલ્ય એટલે તરૂપ-સંબંધ, આત્મીયભાવ-સંબંધ, ઘનિષ્ઠ-સંબંધ; વિહીન એટલે વિનાનો, રહિત, છોડી દેવું તે; ઉપાધિ સાથેના આત્મીયભાવ-સંબંધથી રહિત થઈને, માત્ર બ્રહ્મરૂપે જ, એટલે કે “હું બ્રહ્મ છું' એવો આત્મભાવ-સંબંધ પોતાનાં અંતઃકરણમાં ધરતો; અંતઃકરણમાં એવાં બ્રહ્મસ્વરૂપે જ સ્થિત. આવા મુનિની બાબતમાં; “પ્રારબ્ધનાં અસ્તિત્વની વાત, કઈ વાત જેવી, અયોગ્ય છે? - નાગ્રતઃ (મનુષ્યJ) સ્વઅર્થ-સન્ધ-થા વ | જાગેલા માણસના, સ્વપ્નમાંની ઘટનાઓ, તે વખતના પદાર્થો સાથેના સંબંધ જેવી વાત. યુpl એટલે યોગ્ય, ઉચિત. યુpl ન ત - યોગ્ય નથી, એટલે કે અયોગ્ય છે. (૪૫૫). અનુવાદ :
ઉપાધિઓ સાથેના તાદાત્મ-સંબંધને છોડીને, કેવળ બ્રહ્મસ્વરૂપે જ પોતાનાં અંતઃકરણમાં સ્થિત એવા મુનિની બાબતમાં, પ્રારબ્ધનાં અસ્તિત્વની વાત કરવી તે, જાગેલા માણસની સ્વપ્ન-ઘટનાઓ સાથેના સંબંધની વાત જેવી, અયોગ્ય છે. (૪૫૫) ટિપ્પણ :
જીવ-બ્રહ્મનાં ઐક્યનો સાક્ષાત્કાર કરનાર અને બ્રહ્મ સાથે તન્મય બની રહેનાર સમ્યગુ-જ્ઞાની માટે તો પેલી કર્મ-ત્રિપુટી રહેતી જ નથી, તે તો પોતે જ નિર્ગુણ બ્રહ્મ બની ગયો છે, – ગયા શ્લોકમાંનાં આ જ પ્રતિપાદનને અહીં વિસ્તૃત કરવામાં આવ્યું છે.
પ્રારબ્ધના નાશ માટે તો, જ્ઞાનીએ પણ, તેનાં સુખ-દુઃખાદિ આપનારાં ફળો ભોગવ્યા વિના છૂટકો નથી, એમ, ભલે, એ જ ગયા શ્લોકમાં કહેવાયું; પરંતુ પ્રારબ્ધ'નાં બધાં કર્મો અને ફળો તો “શરીરાદિનાં છે, મારાં નથી, આત્માનાં નથી, હું તો હવે બ્રહ્મમય બની ગયો છું”, - એવી બ્રહ્માકારવૃત્તિ અને એવી જ યથાર્થ પ્રતીતિ થતાં, પછી તો, આવા જ્ઞાની મુનિ માટે પ્રારબ્ધ પણ રહેતું નથી, - એવાં પ્રતિપાદનનું અહીં સમર્થન કરવામાં આવ્યું છે : અગાઉની અજ્ઞાન-દશા-સમયની,
૮૯૮ | વિવેકચૂડામણિ