________________
હોતો નથી.
પરંતુ જીવન્મુક્ત ? એ તો રહ્યો સર્વાત્મદર્શન અને સમત્વદર્શનનો એકનિષ્ઠ ઉપાસક ! એનાં તો સમગ્ર અસ્તિત્વનું બ્રહ્મીભવન જ થઈ ગયું હોય છે. એની બ્રહ્મમયતામાં, બ્રહ્માંડની સર્વ વિષમતાઓનો, સંપૂર્ણ વિલય થઈ ગયો હોય છે : એની આ બ્રાહ્મીસ્થિતિમાં તો હોય છે, સર્વત્ર, - બસ, બ્રહ્મભાવ, સમભાવ, સમાનભાવ, સમતા, સામ્યભાવ !
આવા જીવન્મુક્ત સમક્ષ, પછી, પૂંજા શું ને પીડા શું ? પ્રશંસા શું ને નિંદા શું ? સુખ-દુ:ખ શાં ? લાભ-ગેરલાભ શા ? જય-પરાજય શા ? સારું-નરસું શું ? અનુકૂળ-પ્રતિકૂળ શું ? ગમા-અણગમા શા ? હર્ષ-દ્વેષ શા ? શોક-કાંક્ષા શા ? શુભઅશુભ શાં ? શત્રુ-મિત્ર શા ? માન-અપમાન શાં ? શીત-ઉષ્ણ શાં ? સંગ-અસંગ શા ?
?
આવી યાદી (List) તો ઘણી લાંબી ચાલે : સારાંશ માત્ર એટલો જ કે આવાં દ્વન્દ્વો અને ચૈતો, એનાં બ્રહ્માકાર થઈ ગયેલાં વિશ્વમાં, ક્યાંય, અસ્તિત્વ જ ધરાવતાં નથી : ભગવાન શ્રીકૃષ્ણને જે ભક્ત સૌથી પ્રિય છે, તેનાં લક્ષણોની આ એક આછી ઝલક, ગીતામાં, ભગવાને પોતે, રજૂ કરી છે, તે ભક્ત એટલે જ આ જીવન્મુક્ત :
यो न हृष्यति न द्वेष्टि न शोचति न कांक्षति । शुभाशुभपरित्यागी भक्तिमान् यः स मे प्रियः ॥ समः शत्रौ च मित्रे च तथा मानापमानयोः । शीतोष्णसुखदुःखेषु समः સંનવિવનિતઃ ॥ तुल्यनिन्दास्तुतिर्मोनी संतुष्टो येन केनचित् । अनिकेतः स्थिरमतिर्भक्तिमान् मे प्रियो नरः ॥
(૧૨,૧૭-૧૮-૧૯)
(“જે હર્ષ પામતો નથી, દ્વેષ કરતો નથી, શોક કરતો નથી, આકાંક્ષા રાખતો નથી, તેવો, – શુભ-અશુભનો ત્યાગ કરનાર, - ભક્ત મને પ્રિય છે. વળી, જે શત્રુ કે મિત્ર પ્રત્યે, માન કે અપમાનમાં, તથા ઠંડી-ગરમી, સુખદુઃખમાં સમાનભાવવાળો અને સંગ-રહિત હોય; નિંદા-સ્તુતિને સરખાં સમજે, મૌનવ્રતધારી હોય, જે-કંઈ આવી મળે તેનાથી સંતોષી રહેનાર, જેનું કોઈ નિશ્ચિત સ્થાન નથી, એવો અને સ્થિર બુદ્ધિવાળો હોય, તે ભક્તિમાન મનુષ્ય મને પ્રિય છે.”)
અને શ્રીમદ્ ભાગવતમાંનાં ઋષભદેવ અને જડભરતનાં ચરિત્રો પણ, અહીંના
વિવેકચૂડામણિ | ૮૬૭