________________
શબ્દાર્થ :
શ્લોકમાં બે સ્વતંત્ર વાક્યો આ પ્રમાણે છે :
(१) निदिध्यासनशीलस्य (मनुष्यस्य अपि) बाह्यप्रत्ययः ईक्ष्यते । निदिध्यासन એટલે બ્રહ્મ અથવા પરમતત્ત્વ વિશેનું ઊંડું ધ્યાન અને એમાં જે નિમગ્ન હોય, પ્રવૃત્ત હોય, તેવો મનુષ્ય એટલે નિદિધ્યાસનશીલ. વાહ્ય એટલે બહારના વિષયો; પ્રત્યય એટલે એનું ભાન, એમાં પ્રવૃત્ત થવું તે. આમ, વઢિપ્રય એટલે બહારના વિષયોમાં ભાન હોવું, એમાં પ્રવૃત્ત રહેવું તે. સ્યતે (કુંલ એટલે “જોવું-એ ધાતુનું કર્મણિ વર્તમાનકાળ ત્રીજો પુરુષ એકવચનનું રૂપ) – જોવામાં આવે છે. પરમતત્ત્વનાં ઊંડાં ધ્યાનમાં મગ્ન હોય તેવી વ્યક્તિ પણ બહારના વિષયોમાં પ્રવૃત્ત હોય, એવું જોવામાં આવે છે. તો આવા મનુષ્યનું આવું વર્તન-પ્રવર્તન-વલણ, એ શું છે ? - આ સવાલનો જવાબ, અથવા આવી આશંકાનું સમાધાન, - એ બંને, હવે પછીનાં બીજાં વાક્યમાં આપવામાં આવ્યાં છે.
(ર) (ત) તસ્ય (મનુષ્યચ) પ્રારબ્ધ (મતિ) . ઉપર જે વર્તન જોવામાં આવ્યું, તે (તત) આ મનુષ્યનું પ્રારબ્ધ છે. આવું કોણ કહે છે? (તિ) શ્રુતિઃ બ્રવીતિ | એમ શ્રતિ કહે છે. શ્રુતિ આવું શાના આધારે કહે છે ? -
વર્ણનાત્ ! આવા બ્રહ્મનિષ્ઠ મનુષ્યનાં કર્મફળને જોઈને. (૪૪૬) અનુવાદ :
બ્રહ્મનાં ધ્યાનમાં મગ્ન હોય તેવો મનુષ્ય પણ બહારના વિષયોમાં પ્રવૃત્ત થતો હોય, એવું જોવામાં આવે છે અને તે, તે(બ્રહ્મનિષ્ઠ)નું પ્રારબ્ધ' છે એમ, તેનાં (કર્મ)ફળને જોતાં, શ્રુતિ કહે છે. (૪૪૬) ટિપ્પણ:
અહીંથી, આ શ્લોકથી, છેક ૪૬૪મા શ્લોક સુધી (૧૯ શ્લોકોમાં), આચાર્યશ્રી એક નવા જ મુદ્દાને ચર્ચા-વિચારણા માટે હાથ પર લે છે અને તે છે : “પ્રારબ્ધ”. અને છતાં એ પણ એક હકીકત છે કે આ મુદ્દો જેટલો નવો જણાય છે, તેટલો નવો નથી : આ પહેલાંના ત્રણ (૪૪૩-૪૪૪-૪૪૫) શ્લોકોમાં આચાર્યશ્રી દ્વારા જે પ્રતિપાદન કરવામાં આવ્યું હતું, તેમાંથી જ આ મુદ્દો આપમેળે ઉપસી આવ્યો છે.
એ ઉપર્યુક્ત પ્રતિપાદન આ પ્રકારનું હતું : સસ્વરૂપ બ્રહ્મતત્ત્વની અદ્વિતીયતાનાં સમ્યગુ-જ્ઞાનની પ્રાપ્તિ પછી, સાધકની વાસના ક્ષીણ થઈ જતી હોવાથી, જ્ઞાનીને ફરી સંસારમાં પ્રવૃત્ત થવાનું રહેતું નથી. પરંતુ જો ખરેખર આમ હોય તો, પરમતત્ત્વનાં નિદિધ્યાસનમાં જે સતત મગ્ન
૮૭૮ | વિવેકચૂડામણિ