________________
- એવો આ શબ્દનો સામાન્ય અને લોક-પ્રચલિત અર્થ છે એવો અર્થ અહીં નથી, એવું વિવક્ષિત પણ નથી. એ અર્થ પણ, અલબત્ત, છે જ; અને છતાં એનો મૂળ સંદર્ભ જરા જુદો છે અને એ સંદર્ભ એટલે સર્જનહારે પોતાની આ સૃષ્ટિના સુયોગ્ય સંચાલન માટે રચેલો “કર્મનો સિદ્ધાંત',
આ સિદ્ધાંતનાં સ્વરૂપની કેટલીક વિશેષતા સદા સ્મરણમાં રાખવા જેવી છે : કર્મની ગતિ ગહન છે' (Tહના મેળો તિ: I) - એવું પ્રતિપાદન કરતાં પહેલાં જ ભગવાન શ્રીકૃષ્ણ, કર્મનાં મહત્ત્વ પર ભાર મૂક્તાં, ગીતામાં આદેશ આપી દીધો કે કર્મને, એટલે કે કર્મનાં રહસ્યને, સહુએ જાણી લેવું જોઈએ (મળી ત્યપ વોત્રમ્ I) (૪, ૧૭)
અને કર્મનું સૌપ્રથમ રહય, એની ગતિનું અંતરતમ હાર્દ એ કે કર્મનો ઈશ્વરરચિત નિયમ અટલ-અવિચળ છે; એમાં નથી કોઈ અપવાદ, નથી અવકાશ કોઈ બાંધછોડ(Compromise)ને; સમગ્ર બ્રહ્માંડનાં ભૂતમાત્ર માટે તે એકસરખો બંધનકર્તા છે; એનું ઉલ્લંઘન કોઈ જ કરી શકે નહીં :
બીજું, કર્મ કરવા માટે મનુષ્ય સ્વતંત્ર છે, પરંતુ એનું ફળ તેને ક્યારે અને કેવું મળશે, - એ બાબતમાં એને કશો જ અધિકાર નથી :
મળેવાધિવા તે મા પાજોપુ વહાવન છે (ગીતા ૨, ૪૭)
મનુષ્ય આચરેલાં કર્મના ફળની વ્યવસ્થાની અબાધિત સત્તા ઈશ્વરે પોતાની પાસે જ રાખી છે.
ત્રીજું એ કે કોઈ પણ ફળ કે પરિણામ. એના માટે જવાબદાર એવાં કોઈ ભૂતપૂર્વ કર્મ વિના શક્ય નથી, કર્મ વગર કોઈ ફળ હોઈ શકે નહીં : કર્મ એટલે કારણ (Cause) અને ફળ એટલે કાર્ય (Effect); આ થયો કાર્ય-કારણ-ભાવ (Law of Causation)નો નિરપવાદ સિદ્ધાંત : જેમ કર્મ વિના ફળ નહીં, એમ જ કોઈ પણ કર્મ ફળ વિનાનું રહે નહીં.
અને છેલ્લું, ચોથું અને અહીં જે ચર્ચા પ્રસ્તુત છે, તે સંદર્ભમાં સૌથી મહત્ત્વનું એ કે કર્મનો ક્ષય(નાશ) ત્યારે જ થાય, જ્યારે તે કર્મના કર્તાએ તે કર્મનું ફળ ભોગવી લીધું હોય : નામુ$ (ન-અમુ$) ક્ષીયતે ર્મ |
અને ફળ-ભોગવ્યા વિનાનાં કોઈ કર્મ રહી ગયાં હોય ત્યાં સુધી, એટલે કે પોતે આચરેલાં સર્વ કર્મોનાં ફળને ભોગવીને તે સર્વને “ક્ષીણ ન કરી શકે ત્યાં સુધી, મનુષ્ય મોક્ષ પામી શકે નહીં !
અને અહીં, આ ગ્રંથમાં તો, મોક્ષાર્થી સાધકની મોક્ષપ્રાપ્તિની જીવનકારકિર્દીની જ વાત છે ! એટલે, મોક્ષપ્રાપ્તિ અને એની પાત્રતાના સંદર્ભમાં, કર્મનો નિયમ,
૮૮૦ | વિવેકચૂડામણિ