________________
(૨) પરંતુ ના, વાત આટલેથી જ અટકતી નથી : પરાજિત થયેલા આ વિષય'-લશ્કરને હેમખેમ પાછાં જવાનું “સદ્દભાગ્ય’ પણ સાંપડતું નથી ! અહીં, આવા પવિત્ર મનુષ્ય પાસે આવ્યા પછી, તેમને તો તેનાં રંગે જ રંગાઈ જવું પડે છે ! અહીં તો સઘળું માત્ર બ્રહ્મરૂપ-સસ્વરૂપ જ હોવાથી, તેથી, આ બધા વિષયોને (બિચારાને !) એ બ્રહ્મસ્વરૂપમાં જ લીન થઈ જવું પડે છે ! એમનાં અસ્તિત્વનો અહીં જ “લય” થઈ જાય છે !
આ જ સાચો ‘જાદુ' (Magic), સત્સંગના પ્રભાવનો ! “દુર્ગુણ' ગયો હતો, સદ્ગુણ'ને પોતાના રંગે રંગવા, પરંતુ “ચમત્કાર' એ થયો કે 'દુર્ગુણ (Vice)ને જ “સગુણ (Virtue)-સ્વરૂપ બની રહેવું પડ્યું !
પણ જીવન્મુક્તના પ્રભાવનો સાચો “પરચો' (પરિચય) તો, આપણને મળે છે, – આચાર્યશ્રીએ યોજેલી ઉપમામાં હજારો નદીઓ, સમુદ્રમાં પ્રવેશીને, લાખોકરોડો “ગેલન પોતાનું પાણી, રોજ, સમુદ્રમાં ભેળવે છે, પણ સમુદ્ર એટલે સમુદ્ર ! એની જળસપાટી એક સેન્ટીમીટર જેટલી પણ આ બધાં જળને કારણે, ઊંચે આવતી નથી ! અને એ જ રીતે, દુકાળના સમયમાં, નદીઓ સુકાઈ જાય અને સમુદ્રને એમના જળપ્રવાહોનું એક ટીપું પણ ન મળવા પામે, ત્યારે પણ સમુદ્રનાં પાણી, આ કારણે કિનારાથી દૂર, અંદર, પાછાં ચાલ્યાં જાય, એવું પણ નથી બનતું ! એના ભરતી-ઓટને, આ નદી પ્રવાહોનાં જળ સાથે કશો જ સંબંધ નથી ! એ તો, હંમેશાં, પોતે, પોતાના વડે જ, પોતાનામાં સભર હોય છે ! - “સ્થિતપ્રજ્ઞ'-લક્ષણનાં વર્ણનમાં, ગીતામાં, સમુદ્રની સ્વયં-સભરતાનું ચિત્ર આ પ્રમાણે આપવામાં આવ્યું છે, તે, આ સંદર્ભમાં, સ્મરણમાં રાખવા જેવું છે :
आपूर्यमाणं अचलप्रतिष्ठं समुद्रं आपः प्रविशन्ति यद्-वत् । तद्-वत् कामाः यं प्रविशन्ति सर्वे सः शान्ति आप्नोति न कामकामी ॥
(૨, ૭૦) (“ચારેય બાજુથી ભરાતા, (છતાં) અચળ સ્થિતિવાળા સમુદ્રમાં જેમ પાણી પ્રવેશે છે, તેમ સર્વ વિષયો જેમાં વિકાર ઉત્પન્ન કર્યા વિના પ્રવેશે, તે શાંતિ પામે છે, નહીં કે કામની ઈચ્છા કરનારો !”).
આવા “ચમત્કારનાં કારણ માટેનો શબ્દ, શ્લોકમાં, છે : સન્માત્રિતયા ! પેલા વિષયો અને નદીપ્રવાહોના પ્રયાસો, તલવાર વડે આકાશને કાપવા જેવા, નિરર્થક અને હાસ્યાસ્પદ છે, નીવડે છે !
હવે, જ્યારે આ જીવન્મુક્ત-લક્ષણ-પ્રકરણ સમાપ્ત થાય છે ત્યારે, એના ઉપસંહાર-રૂપે, આવા થોડા મુદ્દા એમાંથી આપોઆપ ઉપસી આવે છે :
૮૭૦ | વિવેકચૂડામણિ