________________
ટિપ્પણ :
સત્ત્વ,
સમગ્ર જગત પર, સાંખ્ય-દર્શન-પ્રબોધિત પ્રકૃતિના ત્રણ ગુણો, રજસ્ અને તમસ્-નો પ્રભાવ, સર્વત્ર પ્રસરેલો છે, એનું વર્ચસ્વ સર્વવ્યાપી છે. વળી, એ ત્રણેય, ઓળખાતા હોય ભલે “ગુણ” એવાં નામે, - એમનાં સ્વરૂપો તો સભર છે, ગુણો કરતાં વધારે તો દોષો વડે ! રજોગુણ અને તમોગુણ તો ઠીક, પરંતુ સત્ત્વગુણ જેવો સત્ત્વગુણ પણ, પ્રકૃતિનું સર્જન હોવાને કારણે અને રજોગુણ-તમોગુણની સાથે, ‘ગુણ’ હોવાના નાતે, સંકળાયેલો હોવાને કારણે, ત્યજવા-લાયક ગણાયો છે ! ટૂંકમાં, આ સંસાર, આ ત્રણ ‘ગુણો’ના પ્રબળ પ્રભાવને લીધે, ગુણ-દોષોથી સભર બની રહ્યો છે (મુળતોષવિશિષ્ટ).
-
વળી, આ સંસારમાં, સ્વભાવની વિલક્ષણતા પણ, સંપૂર્ણ અને સર્વવ્યાપી છે (સ્વમાવેન વિલક્ષળે) : કોઈ બે વ્યક્તિનો સ્વભાવ એકસરખો હોતો નથી: પેલાં સુભાષિત પ્રમાણે, “જેટલાં મગજ, એટલી મતિની ભિન્નતા !” (તુબ્વે તુશ્કે મતિતમન્ના !) અને મહાકવિ કાલિદાસે તો, લોકોમાં “જેટલી રસના, એટલાં જ ભિન્ન રસ અને રુચિ”, - એવું સાચું નિરીક્ષણ કર્યું છે ! (મિનવ્રુત્તિર્ષિ લો: I)
આમ, સંસાર એટલે જ વિવિધતા-વિષમતા-વિચિત્રતા ! ભેદ અને ભિન્નતા ! સર્વત્ર અનેકતા અને અસમાનતા ! આવાં વાતાવરણમાં બિચારો સામાન્ય મનુષ્ય તો મૂંઝાઈ જ જાય ! એની દૃષ્ટિ તો, સ્વાભાવિક રીતે જ, સંસારની આવી વિલક્ષણતા અને ગુણદોષ-સભરતાનો ભોગ બની જ જાય !
પરંતુ અહીં તો “જીવન્મુક્ત” જેવા આદર્શ મનુષ્યનું વર્ણન ચાલી રહ્યું છે અને મુમુક્ષુ સાધક, ‘સર્વાત્મદર્શી’ હોય, એવી અપેક્ષા તો રાખવામાં આવી જ છે; તેથી, સંસાર ગમે તેવો હોય, તે તો, આવા સંસારમાં પણ, સર્વત્ર સમદર્શી જ હોય ! વિલક્ષણતા અને ગુણદોષસભરતાનાં મૂર્તિમંત સ્વરૂપ સમા આ સમસ્ત દૃશ્યપ્રપંચનો પણ એ તો પોતાની સમત્વદૃષ્ટિમાં લય કરી નાખે છે ઃ અનેકત્વમાં પણ એ તો સદા-સર્વદા એકત્વનું જ દર્શન' (Unity in Disparity) કરી શકે છે ! અને આમ છતાં, એની સ્થિર પ્રજ્ઞાને તો પૂરી પ્રતીતિ છે કે આવી સર્વ અનેકતાનું મૂળ અધિષ્ઠાન (Substratum) તો, વ અદ્વિતીયમ્ - એવું પરબ્રહ્મ જ છે; અને “એ પરબ્રહ્મ એટલે હું !” - પેલાં વેદ-મહાવાક્ય(તત્ ત્નું અસિ I)નું જ તાદાત્મ્ય ! એટલે, ‘અનેકતામાં એકતા’નું દર્શન કરતો આ જીવન્મુક્ત તો, પોતાનાં આ બ્રહ્મીભાવને કારણે, પરબ્રહ્મનાં ‘એકત્વમાં જ એને સંસારનાં અનેકત્વ'નું દર્શન (Dispsrity in Unity) પણ થાય જ છે ! ફેર એટલો જ કે તે આવાં દર્શનથી અસ્થિર થતો નથી : એની પ્રજ્ઞા, એનાં સમદર્શિત્વ અને સર્વાત્મદર્શિત્વને કારણે, ૮૫૪ / વિવેકચૂડામણિ
-