________________
શ્લોકનો ગુજરાતી પાઠ :
ન પ્રત્યગુ-બ્રહ્મણોન્મેદ કદાપિ બ્રહ્મસર્ગયોઃ |
પ્રજ્ઞયા યો વિજાનાતિ સ જીવન્મુક્ત ઈષ્યતે II૪૪ol. શ્લોકનો ગદ્ય અન્વય :
यः प्रत्यक्-ब्रह्मणोः ब्रह्म-सर्गयोः च भेदं, प्रज्ञया, कदा अपि न विजानाति, सः जीवन्मुक्तः इष्यते ॥४४०॥ શબ્દાર્થ :
શ્લોકનાં પ્રથમ બે ચરણોમાં જીવન્મુક્તનું લક્ષણ આ પ્રમાણે દર્શાવવામાં આવ્યું છે :
: I પિ મે વિનાનાતિ / જે મનુષ્ય) ક્યારેય પણ, કદિયે, ભેદને જાણતો નથી, સમજતો નથી. કઈ બે વસ્તુઓ વચ્ચેના ભેદની અહીં વાત છે? - આ બે વચ્ચેના ઃ (૧) પ્રત્ય-બ્રહ્મળો: I પ્રત્ય એટલે પોતાનો આત્મા, જીવાત્મા; - એટલે, જીવ અને બ્રહ્મ વચ્ચેનો ભેદ; અને (૨) વહાલયો સ એટલે સંસાર, સૃષ્ટિ, સર્જન; “સૃષ્ટિને એટલા માટે “સર્ગ' કહેવામાં આવે છે કે તેનું સર્જન (Creation) કરવામાં આવ્યું છે : તે તિ : એટલે, બ્રહ્મમાં અને સંસારમાં.
આવી સમજણ, સિદ્ધિ તે શાને લીધે મેળવે છે ? - પ્રજ્ઞા પ્રજ્ઞા એટલે. વિવેક-સભર બુદ્ધિ, તત્ત્વગ્રાહિણી બુદ્ધિ. આવી બુદ્ધિની સહાય વડે તેને, ઉપર્યુક્ત બંને વચ્ચે, ક્યાંય ભેદ દેખાતો નથી. (0) અનુવાદ : -
જીવ અને બ્રહ્મમાં, (ક) બ્રહ્મ અને સંસારમાં, જે પોતાની પ્રજ્ઞાને લીધે, ક્યારેય પણ કિશો પણ) ભેદ સમજતો નથી, તે જીવન્મુક્ત કહેવાય છે. (૪૪૦). ટિપ્પણ:
આ ગ્રંથમાંનો તે સાધક ગીતામાંનો ‘સ્થિતપ્રજ્ઞ છે અને તે બંનેની આવી વિરલ સિદ્ધિના પાયામાં, આધારશિલા તરીકે, તેમની પ્રજ્ઞા' છે; અને આપણે આ પહેલાં જોયું છે તેમ, આ પ્રજ્ઞા કંઈ કોઈ સામાન્ય પ્રકારની બુદ્ધિ નથી, - એ વાત તો એ શબ્દની વ્યુત્પત્તિમાંથી જ ઉપસી આવે છે : પ્રજણ શાયરે થયા સા પ્રજ્ઞા ! પ્રર્વ એટલે સર્વોચ્ચતા, સર્વશ્રેષ્ઠતા, સર્વોત્તમપણું (Excellence, Eminence, Superiority), જેના વડે આવું સર્વોત્તમ જ્ઞાન મેળવી શકાય, તેવી બુદ્ધિ
૮૬૪ | વિવેકચૂડામણિ