________________
એનું અનુમોદન ભગવત્પાદ આચાર્યશ્રીના “બ્રહ્મસૂત્ર”ભાષ્ય (સમન્વયાધિકરણ)માંનાં આ વિધાનમાં મળે છે :
क्रिया स्वाश्रयं अविकुर्वति नैव आत्मानं लभते ।
(“વિકાર જો પોતાના આશ્રયને અસર ન કરે, તો જ ક્રિયા ટકી શકે : આત્માને તે પામી શકે નહીં.”) (૪૨૭)
અનુવાદ :
જેનું સ્વરૂપ બ્રહ્મમાં જ વિલીન થઈ ગયું છે અને જે નિર્વિકાર અને ક્રિયામુક્ત છે, તેવો સ્થિતપ્રજ્ઞ યોગી સદા આનંદનો અનુભવ કરે છે. (૪૨૭)
ટિપ્પણ :
:
શ્લોકની વાક્યરચના સહેલી છે, શબ્દો સરળ અને સુપરિચિત છે અને એ સહુનો અર્થ પણ શબ્દાર્થ-વિભાગમાં સમજાવવામાં આવ્યો છે, એટલે હવે તે વિશે કશું ઊમેરવાનું રહેતું નથી : માત્ર આટલી બાબતો વિશે અહીં ધ્યાન ખેંચવાનું રહે છે : (૧) આ પહેલાં, “આદર્શ મનુષ્ય” (An Ideal Man) તરીકે જેનો થોડો પરિચય, “જીવન્મુક્ત” એવાં નામે, આચાર્યશ્રીએ આપી જ દીધો છે, તેનું સવિસ્તર વર્ણન હવે પછીના શ્લોકોમાં (૪૨૮થી ૪૪૧) કરવામાં આવ્યું છે. (૨) આ બે શ્લોકોમાં (૪૨૬-૪૨૭), હવે પછીનાં વર્ણન માટેની સમુચિત પૂર્વભૂમિકા રજૂ કરવામાં આવી છે; અને (૩) ગીતામાંના “સ્થિતપ્રજ્ઞ” અને અહીંના આ “જીવન્મુક્ત”, - એ બંનેનાં સ્વરૂપ તથા વ્યક્તિત્વમાં ઘણું સામ્ય છે.
આમ, આ શ્લોક એક અર્થ-ઘન “સૂત્ર” જેવું બની રહે છે. શ્લોકનો છંદ : અનુષ્ટુપ (૪૨૭)
૪૨૮
1
ब्रह्मात्मनोः शोधितयोरेकभावावगाहिनी निर्विकल्पा च चिन्मात्रा वृत्तिः प्रज्ञेति कथ्यते । सुस्थिता सा भवेद् यत्र जीवन्मुक्तः स उच्यते ॥ ४२८ ॥
શ્લોકનો ગુજરાતી પાઠ : બ્રહ્માત્મનોઃ
શોધિતયોરેકભાવાવાહિની ।
નિર્વિકલ્પા ચ ચિન્માત્રા વૃત્તિઃ પ્રોતિ કથ્યતે । સુસ્થિતા સા ભવેશ્ યત્ર જીવન્મુક્તઃ સ ઉચ્યતે ॥૪૨૮॥
વિવેકચૂડામણિ / ૮૩૯