________________
૪૩૦. लीनधीरपि जागर्ति यो जाग्रद्धर्मवर्जितः ।
बोधो निर्वासनो यस्य स जीवन्मुक्त इष्यते ॥४३०॥ શ્લોકનો ગુજરાતી પાઠ :
લીનધીરપિ જાગર્તિ યો જાગ્રદ્ધર્મવર્જિતઃ |
બોધી નિર્વાસનો યસ્ય સ “જીવન્મુક્ત” ઈષ્યતે I૪૩૦ શ્લોકનો ગદ્ય અન્વય :
: તીનપી: પિ ગાર્તિ, (fk 1) (સ) નાગ્ર-ધર્મ-વત: (મતિ); યસ્ય નોધઃ નિર્વાસનઃ (તિ), સ “રીવન્મ:' રૂષ્યતે Iકરૂના શબ્દાર્થ :
મુખ્ય વાક્ય: સઃ નીવનુ ધ્યતે | - અને એ તો આગલા શ્લોક પ્રમાણે જ છે : “જીવન્મુક્ત”ની વિશિષ્ટતા દર્શાવતાં બે ગૌણ વાક્યો આ પ્રમાણે છે :
(૧) : નીનધી: fપ ના પતિ ( િતું સ:) નામૃત-ધર્મ-વના: (મતિ) ! ધી એટલે બુદ્ધિ, ચિત્તવૃત્તિ; જેનાં બુદ્ધિ-મન વગેરે લીન થઈ ગયાં છે, એટલે કે બ્રહ્મમાં લીન થઈ ગયાં છે; યાદ કરીએ : ગ્રેહાનિ થવ વિતીનાત્મા | (શ્લોક-૪ર૭); આમ, સદા, જેનું સમગ્ર બુદ્વિતંત્ર બ્રહ્મમાં જ લીન થઈ ગયું હોવા છતાં, તે જાગે છે. પરંતુ જાગ્રત-અવસ્થાના ધર્મોથી, - એટલે કે એની સ્વાભાવિક પ્રવૃત્તિઓથી જે રહિત છે, એટલે કે જેનામાં જાગ્રત-અવસ્થાની ક્રિયા-પ્રક્રિયા વગેરે હોતાં નથી, એનાથી જે મુક્ત રહે છે, (તે “જીવન્મુક્ત” છે).
(ર) વચ્ચે વોધઃ નિર્વાસનઃ (સ્તિ) . વોધ એટલે જ્ઞાન; નિર્વાસ: એટલે એવું જ્ઞાન, જેમાં કોઈ “વાસના હોતી નથી, જેનું જ્ઞાન “વાસના-મુક્ત, “વાસનાવિનાનું છે, (તે “જીવન્મુક્ત” છે). (૪૩૦) : અનુવાદ :
જેની બુદ્ધિ(બ્રહ્મમાં) લીન હોવા છતાં, જે જાગે છે, પરંતુ જાગ્રત-અવસ્થાના ધર્મોથી જે રહિત છે; અને જેનું જ્ઞાન “વાસના-મુક્ત છે, તે “જીવન્મુક્ત” કહેવાય છે. (૪૩૦). ટિપ્પણ: “જીવન્મુક્ત”નાં બે લક્ષણો આ શ્લોકમાં આપવામાં આવ્યાં છે અને બંનેમાંનાં
૮૪૪ | વિવેકચૂડામણિ