________________
ઇન્દ્રિયોરૂપી આ વિવિધ કલાઓ”-વિભાગો હોવા છતાં, ઇન્દ્રિય-પ્રેરિત કોઈ પણ પ્રવૃત્તિ ન કરતો હોવાથી તે, કલા-વિહીન, એટલે “નિષ્કલ' બની શકે છે !
કેટલાક ભાષ્યકારોના મત મુજબ, અહીં નિર્દિષ્ટ આ “કલા” એટલે પ્રશ્નોપનિષદ'માં, ભરદ્વાજના પુત્ર સુકેશાએ, આચાર્યશ્રી પિપ્પલાદને, સોળ ક્લાવાળા પુરષ વિશે (ષોડશતં પુષ) પૂછેલો છઠ્ઠો પ્રશ્ન', અને પ્રાણ-શ્રદ્ધા-આકાશ-વાયુ વગેરે સોળ કલાઓ પોતાના જ શરીરમાં ધરાવતા પુરુષ વિશે પિપ્પલાદે ઉત્તર આપ્યો હતો, - તેનું અહીં અનુસંધાન છે. | (૩) જે ચિત્તવાળો' (વિર:) હોય, તે, ચિત્ત-વિનાનો' (નિશ્ચિત્ત:) કેવી રીતે હોઈ શકે ? “હોઈ શકે!” – એવો જડબેસલાક જવાબ, તદ્દન બે-ધડક રીતે, “જીવન્મુક્ત”ની અદ્ભુત જીવન-વિભાવનાને અનુલક્ષીને, આચાર્યશ્રી, અહીં આપે છે : “જીવન્મુક્ત”, અવશ્ય, “સ-ચિત્ત” છે, પરંતુ એ ચિત્ત દ્વારા, શબ્દ-સ્પર્શ વગેરે વિષયોને ગ્રહણ કરવા કે નહીં, - એ તો એની મરજીનો પ્રશ્ન છે ને ! વિષયોનાં સંપૂર્ણ “અ-ગ્રહણ”ની, તેનાં ચિત્તની શક્તિને કારણે, “સ-ચિત્ત” છતાં તે સદા “નિશ્ચિત્ત” બની રહે છે !
કેટલીક આવૃત્તિઓમાં, અહીં, સવિત્ત અને “નિશ્ચિત્ત"ને બદલે, અનુક્રમે “રા” અને “નિાશન” એવો પાઠ મળે છે; પરંતુ “જીવન્મુક્ત” જેવા એક આદર્શ મહાપુરુષના સંદર્ભમાં “ચિત્તા” જેવા શબ્દનો ઉલ્લેખ, એ જ એક મોટું અનૌચિત્ય કહેવાય, એટલે એવો પાઠ સ્વીકારી શકાય નહીં.
જીવન્મુક્તની આવી ઉપર્યુક્ત પ્રજ્ઞા-સ્થિરતામાં, જબરો વિરોધાભાસ જોવામાં આવે છે : સંસાર-સંસાર, કલાવાન-નિષ્કલ અને સચિત્ત-નિશ્ચિત્ત; અને છતાં તેની આ પ્રજ્ઞા-સ્થિરતા જ એવી અદ્ભુત છે કે તેની સમક્ષ કોઈ પણ “વિરોધ” ટકી શકતો નથી; અને આ જ ખૂબી છે, જગતના સર્વ આદર્શ મહાપુરુષોની !
રાજધર્મનું પાલન કરતાં, સીતાનો ત્યાગ કરવા છતાં, ધર્મપત્ની પ્રત્યેના એ જ પ્રેમને એવો જ અવિચળ રાખીને, પતિધર્મનું પણ એવું જ એકનિષ્ઠ અનુપાલન કરતા રામ વિશે, આથી જ, મહાકવિ ભવભૂતિએ આવો અભિપ્રાય આપ્યો હતો : वज्राद् अपि कठोराणि मृदूनि कुसुमाद् अपि ॥ નોલોરા વેતાંતિ તો નુ વિતું મહતિ છે “ઉત્તરરામચરિત” (૨, ૭)
(“વજથી પણ કઠોર અને કુસુમથીયે સુકોમળ, - લોકોત્તર મહાપુરુષોનાં આવાં હૃદયને કોણ સમજી શકે ?”) “જીવન્મુક્ત” પણ આવો જ એક “લોકોત્તર' મહાપુરુષ છે !
શ્લોકનો છંદ : અનુષુપ (૪૩૧).
૮૪૮ | વિવેકચૂડામણિ