________________
“અબુ બેન આદમ”(Abou Ben Adam)-નામના આવા જ કોઈક વિરલ અને ધન્ય મનુષ્યની પ્રશસ્તિ કરતાં, “લે હન્ટ'(Leigh Hunt)-નામના અંગ્રેજ-કવિ (૧૭૮૪-૧૮૫૯)એ, પોતાનાં આ કાવ્યના આરંભમાં જ, “અબુ”ને આ પ્રમાણે પ્રશંસા-અંજલિ આપી છે : "May his tribe increase !"
આ શ્લોકમાં, આચાર્યશ્રીના ઉપર્યુક્ત શ્લોકમાં અને “લે-હન્ટ”ના આ કાવ્યમાં જેનું વર્ણન કરવામાં આવ્યું છે, તેને માટે આપણાં હૃદયમાં પણ આવો જ ઉદ્ગાર, સ્વયંભૂરીતે, અભિવ્યક્ત થઈ જાય કે, - “આવા સજજનોનો વંશવેલો (Tribe) તો ભલે સદૈવ વધતો જ રહે !” શ્લોકનો છંદઃ શાર્દૂલવિક્રીડિત (૪ર૬)
૪૦ स्थितप्रज्ञो यतिरयं यः सदानन्दमश्नुते ।
ब्रह्मण्येव विलीनात्मा निर्विकारो विनिष्क्रियः ॥४२७॥ શ્લોકનો ગુજરાતી પાઠ :
સ્થિતપ્રજ્ઞ યતિરયં યઃ સદાનન્દમદ્ભુતે |
બ્રહ્મણ્યેવ વિલીનાત્મા નિર્વિકારો વિનિષ્ક્રિયઃ II૪૨૭ શ્લોકનો ગદ્ય અવય :
ब्रह्मणि एव विलीनात्मा यः निर्विकारः विनिष्क्रियः, (सः) अयं स्थितप्रज्ञः यतिः सदा आनन्दं अश्नुते ॥४२७॥ શબ્દાર્થ :
(:) માં સ્થિતપ્રજ્ઞ: યતિઃ સ માનન્દ્ર અબ્બતે I સ્થિતપ્રજ્ઞ એટલે ગીતાના બીજા અધ્યાયમાં (શ્લોકો પ૪થી ૭૨) જેનું વર્ણન કરવામાં આવ્યું છે તેવો એક આદર્શ મનુષ્ય (Ideal man). યતિ એટલે જે હંમેશાં યત્નશીલ રહે છે, તેવો યોગી. આવો તે સ્થિતપ્રજ્ઞ યોગી સદા આનંદ પામે છે. આ યોગી કેવો છે? ત્રણ વિશેષણો આ પ્રમાણે છે : (૧) બ્રાણિ પર્વ વિતીન-માત્મા | જેનાં ચિત્તનો લય હંમેશાં બ્રહ્મમાં જ થયો હોય છે, તેવો; (૨) નિર્વિવાદ ! વિકાર-વિહીન બની ગયો છે, તેવો; (૩) વિનિય: IT જે સર્વ પ્રકારની ક્રિયાઓમાંથી મુક્ત થઈ ગયો છે, તેવો. સ્થિતપ્રજ્ઞનું નિર્વિકારત્વ, એનાં વિનિષ્કિયત્વને આધારે જ ટકી શકે છે,
૮૩૮ | વિવેકચૂડામણિ