________________
વાદ્ય-માનવુ વૃત્ત. ઘણા ૩૫રતિઃ ૩૪માં II (શ્લોક-૨૪) સર્વ ક્રિયાઓમાંથી સંપૂર્ણ નિવૃત્તિ, એવી ઉપરતિ-રૂપી ફળ પામ્યા પછી, સ્વસ્વરૂપાનંદની અનુભૂતિ, એ જ સુનિશ્ચિત ફલ. “બહિરંગ સાધનચતુષ્ટય”માંનું “મુમુક્ષા”-રૂપી સાધન તો સાધકે સૌપ્રથમ સંપન્ન કર્યું હતું અને ત્યારપછી તરત જ, “વૈરાગ્ય” અને “પસંપત્તિમાંનું એક એવું આ “ઉપરતિ” પણ સંપન્ન થઈ જાય, પછી તો, આ “સ્વ-આનંદ-અનુભવ”ને કંઈ વાર લાગે ? અને આવી દિવ્ય અને અપાર્થિવ અનુભૂતિ પછી તો, ઉપાસકને કશી અશાંતિ રહે જ શાની ? “શાંતિ એ જ એક સુનિશ્ચિત સુફલ ! “શાંતિ જ સાધક માટેનું પરમ સુખ હોવાથી જ, ગીતાએ, “અશાંત મનુષ્યને આવા સુખ માટે અપાત્ર ઠરાવ્યો છે :
સશસ્તથ વૃત: સુષમ્ . (૨, ૬૬) અને આ પછી પણ, ગીતાએ આવી પરમ-સુખ સમી શાંતિની પ્રશસ્તિ, આ રીતે, ચાલુ રાખી છે, એ હકીકત પણ, આ શ્લોર્કમાં નિર્દિષ્ટ શાંતિનું સમુચિત સમર્થન કરે છે :
યુn: « ત્યRવા શક્તિ માનતિ નિષ્ઠિમ્ . (૫, ૧૨) (“કર્મફળનો ત્યાગ કરવાથી, યોગી, શાશ્વત શાંતિ પામે છે.”)
આ કર્મફળનો ત્યાગ', એ જ આપણા આ શ્લોકમાંની ઉપરતિ’ અને આવા ત્યાગ પછી તો, શાંતિની પ્રાપ્તિ નક્કી ! -
ત્યાત્ શાંતિઃ મનરમ્ (ગીતા૧૨, ૧૨) અને આવી શાંતિની પ્રશંસા તો અંગ્રેજી સાહિત્યમાં પણ એ રીતે થઈ છે કે, “તે તો માનવ-સમજણના સર્વ તબક્કાઓને અતિક્રમી જાય છે :
"The Peace that passeth all understanding." સાહિત્યના વિવેચનશાસ્ત્ર પ્રમાણે, પહેલાં, શૃંગારથી અદ્ભુત સુધીના આઠ જ રસ હતા; નવમો શાંત-રસ, જરા મોડેથી, પાછળથી, ઊમેરાયો. આ સંદર્ભમાં, એવો અભિપ્રાય પ્રચલિત થયો કે અગાઉના આઠ રસ “અશાંત” અથવા અશાંતિ આપનારા હતા અને એ બધા અશાંત રસની પરિસમાપ્તિ આ શાંત-રસમાં જ થાય છે
પ્રસ્તુત ચર્ચાના અનુસંધાનમાં પણ એમ અવશ્ય કહી શકાય કે સ્વાનંદના અનુભવ પહેલાંના, સાધનાના પુરોગામી તબક્કાઓ “અશાંત હતા અને બધાની પરિસમાપ્તિ પણ “શાંતિમાં જ થાય છે !
શ્લોકનો છંદ અનુણુપ (૪૨૦)
૮૨૨ | વિવેકચૂડામણિ