________________
આમ, આ “અનુગ' હોવો તે, માત્ર વિદ્યાનો જ નહીં પણ ભક્તિનો પણ નિકષ-પથ્થર' (Touch-Stone) છે !
(ર) સામાન્ય મનુષ્ય જ્યારે ભ્રમણાનો ભોગ બને છે, - અલબત્ત, અજ્ઞાનને કારણે, - ત્યારે (પ્રાન્તિવેતાયામ), તેને પોતાને પણ ખ્યાલ ન રહે તે રીતે, તે, અનેક પ્રકારનાં જુગુપ્સા-જનક કર્મો કરે છે. આ ભ્રાન્તિ જ એનામાં, શરીર વગેરે “અનાત્મપદાર્થો પ્રત્યે, અહ-મમ-ભાવ પ્રેરે છે અને તે, “શ્રેયસ-કોટિનાં કરતાં, પ્રેયસ -કોટિનાં કર્મો તરફ સવિશેષ આકર્ષાય છે. પરંતુ એની સાધના-પ્રક્રિયા તો ચાલુ જ હતી એટલે, એનામાં વિવેકબુદ્ધિ પ્રગટી; પરિણામે, એનાં પેલાં અજ્ઞાન અને ભ્રમણા નષ્ટ થઈ ગયાં. હવે આવો સંનિષ્ઠ અને પ્રબુદ્ધ (Enlightened) સાધક, અગાઉનાં પેલાં નિંદનીય કાર્યોમાં અને એની પળોજણ-ભાંજગડમાં શા માટે રાચે ? અગાઉનું તેનું ગેરવર્તન તો, મદિરાના મદનું પરિણામ હતું. હવે તો એનો એ નશો ઊતરી ગયો છે ! હવે તે સંપૂર્ણરીતે શાણે અને સ્વસ્થ બની ગયો છે, તો પછી હવે તે એવું ધૃણાકારક (ગણિત) કર્મ (Loathsome, Disgusting) કેમ કરી શકે (હ્યું હતું અતિ ) ? સવાલમાં જ જવાબ આવી જાય છે કે “તે કદાપિ એવું ન જ કરે !”
પ્રમાણમાં ગૌણ, છતાં યાદ રાખવા જેવો એક પ્રસ્તુત મુદ્દો, આ શ્લોકમાંથી, સ્વયમેવ ઉપસી આવે છે, તેની પણ નોંધ લઈ લઈએ :
સારાં કે નરસાં, સર્વ પ્રકારનાં, કર્મો મિથ્યા છે, એટલે જો કોઈ સાધક, નરસાં કર્મોનો પણ બચાવ કરે તો, તેવી દલીલનું ખંડન (Refutation) આ શ્લોકમાં કરવામાં આવ્યું છે. કોઈ જ્ઞાની મનુષ્ય પણ જો જુગુપ્સાજનક કર્મ કરવામાં રાચે તો, તેને પણ “પંચદશીકારે તો, ભૂંડ અને કૂતરા જેવી હીન કક્ષાએ મૂકી દીધો છે !
શ્લોકમાં, અનુષુપ છંદ છે, છતાં, તેમાં ત્રણ પંક્તિ અને છ પાદ(ચરણો) છે, એ નોંધપાત્ર છે. (૪૨).
૪૨૩
विद्याफलं स्यादसतो निवृत्तिः
प्रवृत्तिरज्ञानफलं तदीक्षितम् । तज्-ज्ञाज्ञयोर्यन्मृगतृष्णिकादौ
नो चेद् विदो दृष्टफलं किमस्मात् ॥४२३॥ શ્લોકનો ગુજરાતી પાઠ : વિદ્યાફલ સ્યાદસતો નિવૃત્તિઃ પ્રવૃત્તિરજ્ઞાનફલ તદીક્ષિતમ્ |
વિવેકચૂડામણિ | ૮૨૭