________________
પ્રવૃત્તિ, એ અજ્ઞાનનું ફળ છે, - એમ (જે કહેવાય છે તે) મૃગજળના સંદર્ભમાં, જ્ઞાની-અજ્ઞાની વિશે (સ્પષ્ટ) જોવામાં આવે છે : આમ જો ન હોત તો, જ્ઞાનીને આનાથી બીજું શું દષ્ટ ફળ મળે? (૪૨૩) ટિપ્પણ: - વિદ્યા અને અવિદ્યા, જ્ઞાની અને અજ્ઞાની, - એ બંનેના અભિગમ વચ્ચેનો સ્પષ્ટ ભેદ અહીં નિરૂપવામાં આવ્યો છે :
દેખાતાં-અનુભવાતાં-રોજિંદાં દુઃખોમાં પણ જેને જરા પણ ઉગ થતો નથી અને પોતાનાં સ્વાભાવિક અનુગ'માં જે સ્થિર અને સ્વસ્થ રહે છે, તેને, ગયા શ્લોકમાં, વિદ્યાનું પ્રસ્તુત ફળ કહ્યું હતું, પરંતુ અહીં તો વિદ્યા-અવિદ્યા બંને વચ્ચે એક સ્પષ્ટ અને અસંદિગ્ધ ભેદરેખા દોરીને, પૂરી ચોખવટ કરવામાં આવી છે કે “અસમાંથી નિવૃત્તિ” અને એ જ “અસત્ તરફની પ્રવૃત્તિ', એ જ, અનુક્રમે, વિદ્યા અને અવિદ્યા વચ્ચેનો પાયાનો તફાવત (Fundamental difference) છે. અને આવા તફાવત વિશે કોઈને પણ, જરા જેટલી પણ, આશંકા રહી જાય તો, તેનાં નિવારણ માટે, મૃગજળનું સુપ્રસિદ્ધ દૃષ્ટાંત, આચાર્યશ્રીએ, પુનરુક્તિનો દોષ વ્હોરીને પણ, અહીં, ફરી એક વાર, આપ્યું છે, એટલું જ નહીં પણ, જ્ઞાનીઅજ્ઞાની બંનેના પરસ્પર-વિરોધી અભિગમો, મૃગજળના સંદર્ભમાં, ચોખ્ખા જોવામાં આવે છે - (રૂતિ યક્ ક્ષિત), તે તરફ શંકાકારનું ધ્યાન દોરીને, પોતાનાં ઉપર્યુક્ત વિધાનની સત્યતા (Veracity) તેમણે સ્થાપી દીધી છે : મૃગજળ મિથ્યા છે, એની જેને પૂરી પ્રતીતિ છે, એવો જ્ઞાની, તે જળ મેળવવા પ્રવૃત્ત થતો નથી; અને મૃગજળને સાચું સમજનાર અજ્ઞાની, તેને મેળવવા તે તરફ દોડે છે, પણ તરસ્યો રહે છે, તરફડે છે અને દુઃખી થાય છે ! એ જ રીતે, ઝાંઝવાનાં જળ જેવા મિથ્યા પદાર્થો તરફની આંધળી દોટ, એ અજ્ઞાનનું પરિણામ છે અને એમાંથી પૂરી નિવૃત્તિ, એ જ સાચો અને શાસ્ત્રોક્ત “કર્મસંન્યાસ', એટલે કે જ્ઞાનનું ફળ છે. “જે કંઈ બ્રહ્મથી ભિન્ન છે, તે સઘળું અનાત્મા છે', (બ્રહમનં સર્વ મનાત્મા I) - એવાં શાશ્વતસનાતન સત્યને આત્મસાત્ કરનાર જ્ઞાની, પોતાની બ્રહ્મવિદ્યાના ચંદન-મહેલ(Ivory Tower)ની ટોચ પર ઊભો રહીને, નીચેનાં જગત પર સહેજ પણ દષ્ટિપાત કરે છે ત્યારે, તેને પોતાની પાસેની વિદ્યાસમૃદ્ધિનું દષ્ટફળ' (તુષ્ટનમ) સમજાઈ જાય છે.
શ્લોકનો છંદઃ ઉપજાતિ (૪૩)
વિવેકચૂડામણિ | ૮૨૯