________________
વાક્યમાં આપવામાં આવ્યો છે.
(૪) (તત્ હૈં, તત્ શ્રુતિવચન-સત્યં ૨) સુષુપ્તૌ સાક્ષાત્ અનુમૂયતે । સુષુપ્તિ એટલે આ પહેલાં જેનો ઉલ્લેખ થઈ ગયો છે અને જેનું સ્વરૂપ, માત્ર સુખનો જ અનુભવ આપતી એવી ‘ગાઢનિદ્રા' (Deep, sound sleep) તરીકે સમજાવવામાં પણ આવ્યું જ છે. સાક્ષાત્ એટલે પ્રત્યક્ષ, પોતાની આંખ સામેનું, એટલે કે બીજા કોઈએ કહેલું કે બીજે ક્યાંયથી સાંભળેલું એવું, - પરોક્ષ નહીં, - ‘સુષુપ્તિ’ એવી અવસ્થા છે કે જ્યાં ઉપર્યુક્ત શ્રુતિનાં કથનનો સાક્ષાત્ અનુભવ થાય છે. (૪૦૬) અનુવાદ :
–
આ દૈત (જગત) તો માત્ર માયા જ છે. વસ્તુતઃ તો, અદ્વૈત જ છે, (એમ) શ્રુતિ કહે છે અને સુષુપ્તિ-અવસ્થામાં આનો સાક્ષાત્ અનુભવ થાય છે. (૪૦૬) ટિપ્પણ :
ફવું એટલે આ જે કંઈ દેખાય છે, પ્રતીત થાય છે, ઇન્દ્રિયો વડે અનુભવાય છે તે સઘળું. આ બધું જ દ્વૈત છે, ભેદમય છે, અનેકરૂપ છે, વિવિધ છે, પરિચ્છિન્ન અને મર્યાદાગ્રસ્ત છે અને આ સર્વ માયા’નું જ કાર્ય છે; અને તેથી જ જે કંઈ શ્વેત’ છે તે, આ રીતે, માયાનું સર્જન હોવાથી, ‘માયા-માત્ર' છે અને આવી પ્રાતિભાસિક પ્રતીતિનાં મૂળમાં તો મનુષ્યની અવિદ્યા જ છે.
“છે”એમ, માત્ર એક જ તત્ત્વ વિશે કહી શકાય, જે, ત્રણેય કાળ દરમિયાન, પોતાનાં મૂળભૂત સત્સ્વરૂપે જ રહે છે; એટલે કે જેને સ્થળ-કાળ-વસ્તુની કોઈ મર્યાદા નથી, જે ત્રિકાલાબાધિત છે, પારમાર્થિક દૃષ્ટિએ, જે, વાસ્તવિક (Real) હોય. આવું તો એક જ તત્ત્વ છે, - અને તે છે ‘અદ્વૈત’, - જે, હકીકતમાં, સમગ્ર દ્વૈતનું, જગતપ્રપંચનું એકમાત્ર અધિષ્ઠાન છે.
અને આવું વિધાન કંઈ જેણે તેણે', કોઈ સામાન્ય મનુષ્ય નથી કર્યું. એ તો છે “શ્રુતિ” પોતે, જેમાં મનનશીલ મુનિઓ તથા તપોમૂર્તિ ઋષિઓનાં મનન અને તપનો નિષ્કર્ષ સમાવિષ્ટ છે. આમ, શ્રુતિ એટલે મૂર્તિમંત પ્રમાણભૂતતા (Authority) અને તે વેદ-સમાન ‘અપૌરુષેય' હોવાથી, તે સર્વથા-સર્વદા ‘દોષરહિત' (Infallible) તરીકે સર્વસંમતિ (Unanimity) પામી છે.
આ શ્લોકમાં વૃત્તિ વ્રૂતે શ્રુતિઃ એમ કહ્યું છે, તો કોઈને સ્વાભાવિક જિજ્ઞાસા થાય કે – “શ્રુતિ શું કહે છે ?” શ્રુતિનાં તે વચનો આ પ્રમાણે છે, જેમાં દ્વૈત તો માયામાત્ર છે” – ‘(માયામાત્ર ટું દ્વૈતમ્) અને “વાસ્તવમાં તો અદ્વૈત જ છે” (અદ્વૈત પરમાર્થત:) - એવાં, આ શ્લોકમાંનાં વિધાનોનું સ્પષ્ટ સમર્થન, આ
વિવેકચૂડામણિ / ૭૯૧
-