________________
પોતાના રસ-વિષયનું વર્ણન એવું પ્રિય હોય છે કે તેઓને સામાન્ય રીતે, તે વર્ણન જલદી પૂરું કરવું રુચે નહીં. અહીં આચાર્યશ્રીનો આવો જ કંઈક અભિગમ વરતાય છે. વળી, પોતાના શિષ્ય પ્રત્યે એમને વાત્સલ્યભાવ એવો હૃદયસ્પર્શી છે કે તેમને એમ જ લાગ્યા કરે છે કે બ્રહ્મનાં સ્વરૂપ વિશે તેમણે શિષ્યને હજુ પૂરતું જણાવ્યું નથી !
:
આથી જ તેમણે આ વર્ણન અહીં પણ ચાલુ રાખ્યું છે; એટલુ જ નહીં, પરંતુ આ પછીના શ્લોકમાં પણ તેઓશ્રી વર્ણન ચાલુ રાખવાના છે ઃ પોતાનો શિષ્ય, શ્લોકમાંના વિદ્વાનની જેમ, પૂર્ણ બ્રહ્મનો અપરોક્ષ અનુભવ કરે, એ જ એમની શુભ ભાવના !
વળી, પોતે આજીવન ‘બ્રહ્મની પ્રતિષ્ઠામાં જ રત’ રહ્યા છે (અક્ષ્મપ્રતિષ્ઠમ્), તો પોતાનો શિષ્ય પણ એવો જ બની રહે, એવી જ સદ્ભાવના, તેમનું અંતઃકરણ પણ સેવતું હોય, તે, તેમના જેવા આદર્શ આચાર્યશ્રી માટે સંપૂર્ણરીતે સ્વાભાવિક હોય ! શબ્દાર્થ-વિભાગમાં, શ્લોકમાંના સર્વ બ્રહ્મ-વિશેષણ-રૂપ શબ્દોનું સવિસ્તર વિવરણ-વિવેચન કરવામાં આવ્યું છે, એટલે એ વિશેષ અહીં કશું ઊમેરવાનું રહેતું નથી.
શ્લોકનો છંદ : માલિની (૪૧૦)
૪૧૧
अजरममरमस्ताभासवस्तुस्वरूपं
शमितगुणविकारं शाश्वतं शान्तमेकं
स्तिमितसलिलराशिप्रख्यमाख्याविहीनम्
શ્લોકનો ગુજરાતી પાઠ :
हृदि कलयति विद्वान् ब्रह्म पूर्णं समाधौ ॥४११ ॥
અજરમમરમસ્તાભાસવસ્તુસ્વરૂપ
1
સ્તિમિતસલિલરાશિપ્રખ્યમાખ્યાવિહીનમ્ । શમિતગુણવિકારું શાશ્વત શાન્તમેકં
હૃદિ કલયતિ વિદ્વાન્ બ્રહ્મ પૂર્ણ સમાધી II૪૧૧॥
શ્લોકનો ગદ્ય અન્વય ઃ
અહીં પણ, શ્લોકની ચોથી પંક્તિ, એ જ રૂપે, ફરી વાર, ચાલુ રાખવામાં
ફર્મા - ૫૧
વિવેકચૂડામણિ / ૮૦૧