________________
પરંતુ આચાર્યશ્રી પોતે જ, શબ્દના મૂળભૂત અર્થમાં એક સાચા “તત્ત્વવેત્તા છે, એટલે તેમણે આ શબ્દ તેના વ્યુત્પત્તિ-ગત (Etymological) અર્થમાં પ્રયોજ્યો છે : ત૬ એટલે “ત', - આત્મા, પરમાત્મા, બ્રહ્મ; અને એનું “ત્વ' એટલે તે(ત)નું સ્વરૂપ, તત્ત્વ', એટલે આત્માનું સ્વરૂપ; તેને (તત્ત્વ) જે જાણે છે (ત્તિ), તે તત્ત્વજ્ઞ', તત્વવેત્તા', આત્માના માથાભ્યને પામનાર : આત્મ-ચોથાથ્ય-રશ, જેણે બ્રહ્મનો સાક્ષાત્કાર કર્યો હોય તે, આત્માનાં અંતરતમ સ્વરૂપનો દા.
આવા તત્ત્વવેત્તાને મન, સ્થૂલ શરીર એક “અનાત્મ-પદાર્થ છે, - એની પ્રતીતિ તો હોય જ; વળી, તેને એ હકીકતની પણ પૂરી સમજ હોય કે સ્કૂલ શરીર એટલે ‘ક્રિયમાણ” અને “સંચિત’ ઉપરાંત, “પ્રારબ્ધ કર્મોનાં ફળરૂપી દોરીમાં ગૂંથાયેલીપરોવાયેલી (fથત) કોઈ મામૂલી, ન-ગણ્ય માળા ! એનું તે વળી મહત્ત્વ શું? “મહત્ત્વ”-શબ્દ જ એની સાથે ન પ્રયોજી શકાય, એવું !
અને તેથી જ, આવી મુદ્ર-શુલ્લક માળાને, ગાયનાં ગળામાં પહેરાવવામાં આવેલી ફૂલોની માળા(સ્ત્ર)ની ઉપમા આપવામાં આવી છે, તેમાં સંપૂર્ણ ઔચિત્ય છે : શ્રીકૃષ્ણ જન્માષ્ટમીના સુ-પર્વે, શ્રીકૃષ્ણનાં પ્રિય અને પૂજ્ય પાત્ર એવી ગાયની પૂજા કરીને, શ્રીકૃષ્ણ-ભક્તો, તેનાં ગળામાં, ભક્તિપૂર્વક, ફૂલમાળા પહેરાવે, પણ ગાયને એ માળાનો મહિમા કેટલો? એની એને દરકાર કેટલી? ગળામાંથી તે માળા ક્યાંય પડી જાય કે તે તૂટી જાય, એની તેને કશી પડી જ ન હોય ! તદ્દન નિઃસ્પૃહભાવે તે તો સર્વત્ર ચરતી-સંચરતી રહે છે : માળા ગળામાં સચવાઈ રહે કે નષ્ટ-ભ્રષ્ટ થઈ જાય (Dયાતુ તિષ્ઠા વા I), - એ વિશે તે તો કશું વિચારતી જ નથી !
બસ, આવો જ ઉપેક્ષાભાવ, આવી જ ઉદાસીન-વૃત્તિ, પોતાનાં સ્થૂલ શરીર વિશે “તત્ત્વવેત્તા'ની હોય છે ! કારણ કે એની ચિત્તવૃત્તિ તો સત-ચિત-આનંદાત્મક બ્રહ્મમાં એકાકાર થઈ ગઈ હોય છે. જેનું સંપૂર્ણ અસ્તિત્વ જ બ્રહ્મ સાથે તરૂપતદાકાર થઈ ગયું હોય, તેને મન, “પ્રારબ્ધ-સૂત્ર-ગ્રથિત” એવું આ શરીર “રહે કે જાય', - એની શી ચિંતા ! “આત્મમય બની ચૂકેલા આવા ધન્ય સાધકને તો “અનાત્મા’ એવાં શરીરને ફરી વાર નિરખવાનું તો સૂઝે જ શાનું? (તત્ પુનઃ ન પતિ )
શ્લોકનો છંદ ઉપજાતિ (૪૧૭)
૪૧૮ अखण्डानन्दमात्मानं विज्ञाय स्वस्वरूपतः । किमिच्छन् कस्य वा हेतो पुष्णाति तत्त्ववित् ॥४१८॥
૮૧૬ | વિવેકચૂડામણિ