________________
નાટકમાંનાં પાત્રો-પ્રસંગો-પ્રેક્ષકોનાં વિભાવ-અનુભવ-વ્યભિચારિભાવ વગેરે સહુ ભાવોનો “સંયોગ થાય છે : વિભાવાનુમાવવ્યમરિસંથાત્ નિષ્પત્તિઃ I (ભરત-“નાટ્યશાસ્ત્ર”, દ)
એટલે કે એ સહુના આવા ભાવોનું સંપૂર્ણ “સાધારણીકરણ” (Generalisation, Universalisation) સધાય, ત્યારે જ સાહિત્યરસની નિષ્પત્તિ થાય છે અને સાહિત્યરસિક “સહૃદયી (Connoisseur) રસનો આસ્વાદ કરી શકે છે. એ જ રીતે, બ્રહ્મસાક્ષાત્કારના આ “રસ'ની અનુભૂતિ માટે પણ, સાધકનાં ચિત્ત-હૃદયમાંનું સર્વ સ્થૂલ અને પાર્થિવ કક્ષાનું જ્ઞાન વિચલિત થઈ જવું જોઈએ (વિનિવેદ્યાન્તર) અને તે(જીવ)નું બ્રહ્મ સાથે એવું ઐક્ય સધાઈ જાય, “સાધારણીકૃત બની જાય, જીવનો બ્રહ્મમાં એવો “લય’ થઈ જાય કે તે બંને “એ” મટીને “એક બની રહે ! આવી ચરમ અવસ્થાને જ આચાર્યશ્રીએ અહીં “રસ-પાન' એ શબ્દોમાં અભિવ્યક્ત કરી છે : “á શિવ ”
આવી પરાકાષ્ઠા(Climax)એ પહોંચવા માટેનાં જે થોડાં પગથિયાં છે, તેનું પ્રતિપાદન, આચાર્યશ્રીએ શ્લોકની પ્રથમ ત્રણ પંક્તિમાં કર્યું છે. સાધક આ સર્વ સોપાનોને સફળતાપૂર્વક ઓળંગે તો જ, તે, આ દિવ્ય અને અમૃતમય આનંદરસનાં નિષ્પત્તિ', “સાધારણીકરણ” અને “લયની પરમોચ્ચ કક્ષાને પામી શકે.
અને શ્લોકમાં જેનો ઉલ્લેખ છે તે, તન્મયતા” અને “અખંડવૃત્તિ’ પણ આ
બાકીનું બધું એટલે રસ-કસ-વિનાનાં, નિઃસત્ત્વ અને ઠાલાં ફોતરાં-ફીફાંફાંફાં! ( : શૂન: પ્ર. )
શ્લોકનો છંદઃ શાર્દૂલવિક્રીડિત (૩૭૯)
૩૮૦
अनात्मचिन्तनं त्यक्त्वा कश्मलं दुःखकारणम् । . चिन्तयात्मानमानन्दरूपं यन्मुक्तिकारणम् ॥३८०॥ શ્લોકનો ગુજરાતી પાઠ:
અનાત્મચિંતન ત્યકત્વા કરમલ દુઃખકારણમ્ | ચિન્તયાત્માનમાનન્દરૂપે યમ્મુક્તિકારણમ્ l૩૮ll
વિવેકચૂડામણિ | ૭૩૧