________________
યોજવામાં આવ્યું જ છે. એટલું જ નહીં પણ એની અંદરની ગંદકીની ભરપૂરતા (Abundance) સૂચવવા માટે મય(શબ્દ સૂચવવામાં આવ્યો છે : પ્રાનુર્વાર્થે-મયમ્ I) સ્થૂલ શરીર અને એનાં પ્રત્યેના અહં-મમ-ભાવે પ્રેરેલી વાસનાઓનો ત્યાગ કરવો, મનુષ્ય માટે, અધરો એ કારણે બની રહે છે કે ‘ગંકીનાં એ પોટલાંનું' બહારનું રૂપ સુંદર અને આકર્ષક રચવામાં આવ્યું છે !
સ્થૂલ-શરીર-વિષયક આશાના ત્યાગ પછી આવે છે, - સૂક્ષ્મશરીર-વિષયક આશાના ત્યાગની વાત. સ્થૂલ શરીર તો એનું નામ સૂચવે છે તે પ્રમાણે, પાંચ મહાભૂતો અને ‘અન્નમય-કોશ' જેવાં માત્ર બાહ્ય અને સ્થૂલ તત્ત્વો સાથે જ સંકળાયેલો હતો, એટલે એના અંગેની આશાઓનો ત્યાગ, પ્રમાણમાં, સહેલો હતો; પરંતુ આ સૂક્ષ્મ શરીર તો મન, બુદ્ધિ, પાંચ જ્ઞાનેન્દ્રિયો, પાંચ કર્મેન્દ્રિયો અને પાંચ તન્માત્રા વગેરે સત્ત૨(૧૭) તત્ત્વોનો બનેલો અને પ્રાણમય-મનોમય-વિજ્ઞાનમય જેવા કોશો સાથે તે સંબંધ ધરાવે છે. વળી, વાસનાઓ અને કર્મસંસ્કારો આ સૂક્ષ્મશરીરમાં રહે છે, તેથી તેની સાથેની આશાઓના ત્યાગ માટે સાધકે બળપૂર્વક (પ્રત્તમમ્) પ્રયત્ન કરવો પડે. પરંતુ પછી તો, ‘પ્રિય’ અને મોદ’ એ બે તત્ત્વોના બનેલા આનંદમયકોશના તબક્કામાં તો મનુષ્યનો ‘અહં’ ટકી શકતો જ નથી; છતાં અંતે તો આનંદમય’, છતાં તે ‘કોશ’ તો ખરો જ ને ! ‘કોશ’ એટલે આત્માનું મ્યાન, આવરણ, ઢાંકણું ! આ ઢાંકણું દૂર કર્યા વિના, વેદો જેનાં ગુણગાન, “નિત્ય-શુદ્ધ-બુદ્ધ-મુક્ત-સત્ય-આનંદસ્વભાવવાળો” – એમ કહીને, ગાય છે, તે ‘નિત્ય’ અને ‘આનંદમૂર્તિ’ એવા આત્માને પહોંચીને, તેને ઓળખ્યા વિના, સાધક માટે બીજો કોઈ વિક્લ્પ જ રહેતો નથી ! પરંતુ આનંદમય-કોશ પણ, અંતે તો, ‘નિત્ય' નથી જ; એટલે તેનો પણ નિષેધ તો કરવો જ રહ્યો; અને પોતે જ ‘આત્મા' છે (સ્વયં, સ્વ-સ્વરૂપ), એવો પ્રગાઢ પરિચય તેણે તેની સાથે કરવાનો રહે છે (ત્તિીય, નિશ્ચિત્ય, અનુમૂય).
અને સાધકની આવી સર્વ સાત્ત્વિક સાધનાની સાચી ફલશ્રુતિ જ એ છે કે તેનો આ પરિચય’, આજીવન ‘આત્મ-પરિચય’ (Self-Introduction) બની રહે ! શ્લોકનો છંદ : માલિની (૩૯૬)
૩૯૦
शवाकारं यावद् भजति मनुजस्तावदशुचिः परेभ्यः स्यात् क्लेशो जननमरणव्याधिनिलयः । यदाऽऽत्मानं शुद्धं कलयति शिवाकारमचलं
तदा तेभ्यो मुक्तो भवति हि तदाह श्रुतिरपि ॥३९७॥ વિવેકચૂડામણિ / ૭૭૧