________________
આકાશ”(‘ઘટાકાશ')ની જેમ નહીં, પરંતુ એક જ આખાં, મૂળ, “મહા-આકાશની જેમ. (૩૮૫) અનુવાદ :
પોતાનાં અજ્ઞાનને લીધે કલ્પવામાં આવેલી, દેહ-ઇન્દ્રિયો-પ્રાણ-મન-અહંકાર, વગેરે સર્વ ઉપાધિઓથી વિમુક્ત એવા આત્માનું, (સાધકે) મહાકાશની જેમ પૂર્ણરૂપે અવલોકન કરતાં રહેવું જોઈએ. (૩૮૫). ટિપ્પણ:
અહીં પણ આત્મદર્શનના મુદ્દાની ચર્ચા આગળ લઈ જવામાં આવી છે અને તે માટે, ગયા શ્લોકના વિસ્તોત્ એ ક્રિયાપદની જેમ, આ શ્લોકમાં પણ અવતોયેત્ – એવું ક્રિયાપદ યોજવામાં આવ્યું છે.
આત્મદર્શનનાં અનુસંધાનમાં, સાધકને, અહીં, બે સૂચનાઓ આ પ્રમાણે આપવામાં આવી છે : (૧) એક તો એ કે આત્માનું દર્શન ખંડરૂપે કે અપૂર્ણરૂપે નહીં, પરંતુ તેનાં મૂળભૂત અખંડ અને પરિપૂર્ણ સ્વરૂપે કરવું જોઈએ; અને આત્મા તો, હકીકતમાં, આવાં પરિપૂર્ણ-સ્વરૂપમાં જ સદા-સર્વદા હોય છે; એટલું જ નહીં, પરંતુ તે તો તેના સ્વકીય સ્વભાવ પ્રમાણે, સંપૂર્ણરીતે અસંગ અને અ-સંબદ્ધ હોવાથી, કોઈ ઉપાધિ-દ્વૈત-ભેદ વગેરેના ભાવો એનાં મૂળ સ્વરૂપમાં પરિવર્તન લાવી શકતા નથી; પરંતુ મનુષ્યનાં પોતાનાં અજ્ઞાનને લીધે, માત્ર કલ્પવામાં આવેલી, દેહ વગેરેની ઉપાધિઓને કારણે, તે ઉપાધિગ્રસ્ત છે, એવો માત્ર ભાસ થાય છે; અને તેથી તેનાં અખંડ-સ્વરૂપનું દર્શન શક્ય થતું નથી.
એટલે, સૌપ્રથમ જરૂર છે, મનુષ્ય માટે, પોતાની અવિદ્યાને દૂર કરીને સાચું, સંનિષ્ઠ અને સંપૂર્ણ આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાની; અને આ ભલે થોડું અઘરું કામ હોય, અશક્ય તો નથી જ. શ્રુતિગ્રંથોના સ્વાધ્યાય અને સદ્ગુરુના ઉપદેશથી અજ્ઞાનનો નાશ થતાં જ, અજ્ઞાન-કલ્પિત પેલી સર્વ ઉપાધિઓ વિનષ્ટ થશે અને આ ઉપાધિવિનાશનાં પરિણામે, આત્મા, તરત જ, ઉપાધિ-વિમુક્ત થતાં, તેનાં અખંડ-સ્વરૂપે, પ્રકાશી રહેશે; અને સાધક તેનું, આવાં સ્વરૂપે જ, પૂર્ણરૂપે જ, અવલોકન કરી શકશે.
() બીજી જે વાત અહીં સૂચવવામાં આવી છે તે, આત્મા માટે યોજવામાં આવેલી, “મહાકાશની ઉપમાની છે. આ ઉપમાના અનુસંધાનમાં, એક હકીકત એ સમજી લેવાની રહે છે કે શાશ્વત અને સર્વવ્યાપી એવો આત્મા તો એક અને અદ્વિતીય જ છે, અનુપમ કે નિરુપમ છે અને તેથી એને કોઈની સાથે સરખાવી. શકાય જ નહીં, કારણ કે જેની સાથે તેને સરખાવી શકાય એવું કોઈ ‘ઉપમાન જ
૭૪ર | વિવેકચૂડામણિ