________________
વિનાનું; (૪) નિષ્પન્દન એટલે અચલ, નિશ્ચલ, ક્રિયારહિત, સ્થિર; (૫) નિવારનું એટલે ઉત્પત્તિ જેવા વિકારો વિનાનું, નિર્વિકાર; (૬) અન્તર્વદિશૂન્યમ્ એટલે અંદર અને બહાર, એવા ભાગો કે ભેદો વગરનું; (૭) અનન્યમ્ - જેના જેવું બીજું કંઈ કશું-કાંઈ જ નથી એવું, અજોડ, અદ્વિતીય; (૮) અદયમ્ એટલે દ્રય કે દ્વૈત વિનાનું, દ્વૈત.
પહેલાં પાંચ વિશેષણોને મારવત્ કહ્યાં છે, એટલે એ બધાં આકાશની જેમ પરબ્રહ્મને પણ લાગુ પડે છે.
આખો શ્લોક પ્રશ્નાત્મક હોવાથી અને એ પ્રશ્ન “કાકંપ્રશ્ન હોવાથી, આવું પરબ્રહ્મ બોધ્ય કે શેય (Knowable) નથી, એવો તાત્પર્યાર્થ આ શ્લોકનો છે. (૩૯૪). અનુવાદ :
આકાશ જેવું નિર્મળ, નિર્વિકલ્પ, અસીમ, નિશ્ચલ અને નિર્વિકાર, અંદરબહાર એવા ભાગ વિનાનું, અનન્ય અને અદ્વૈત એવું જે આત્મસ્વરૂપ પરબ્રહ્મ છે, તેને શું જાણી શકાય ? (૩૯૪). ટિપ્પણ :
અહીં પરબ્રહ્મનાં સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું છે અને તે માટેનાં જે વિશેષણો પ્રયોજાયાં છે, તે સર્વ સુપ્રસિદ્ધ છે; એટલું જ નહીં, પરંતુ આ સર્વ શબ્દો, આ પહેલાં પણ, આ જ ગ્રંથમાં, અનેક વાર પ્રયોજાઈ ચૂક્યાં છે, તેથી તે સર્વ શબ્દોનાં વિવરણ-વિમર્શન-વિવેચન કે અર્થઘટનની કશી જરૂર રહેતી નથી.
પરબ્રહ્મ-સ્વરૂપનાં વર્ણનનાં અનુસંધાનમાં, જરા જૂદા સંદર્ભમાં, થોડા મુદા, આ પ્રમાણે, પ્રસ્તુત બને છે : " (૧) એક તો એ કે વિશેષણ કાં તો વિશેષ્યની કશીક વિશેષતા દર્શાવે છે અને એ રીતે એ વિશેષતા પોતે જ, વિશેષ્યની એક મર્યાદા પણ બની રહે છે.
પરંતુ પરબ્રહ્મના સંદર્ભમાં, વિશેષતા કે મર્યાદા દર્શાવવામાં કશું ઔચિત્ય
ખરું ?
(૨) એ જ રીતે, જે પોતે જ વા-અગોચર છે, તે(પરબ્રહ્મ)નું વર્ણન વાણી દ્વારા થઈ શકે ? અને થાય તો તે વર્ણન પરબ્રહ્મનાં સ્વરૂપને સંપૂર્ણ ન્યાય કરી શકે ?
(૩) ત્રીજું, અહીં પરબ્રહ્મને આકાશની ઉપમા આપવામાં આવી છે (માવત). સામાન્ય રીતે, નિયમ એ છે કે ઉપમા-અલંકાર યોજાય ત્યારે, જે
-
૭૬૪ | વિવેકચૂડામણિ