________________
ઉપાધિઓ એટલે, આ પહેલાં આપણે જોયું છે તેમ, વસ્તુને એનાં મૂળસ્વરૂપે નહીં, પરંતુ ભિન્ન સ્વરૂપે, એટલે કે પોતાના સંબંધને કારણે પરિવર્તિત થઈ ગયેલાં, મૂળથી જૂદાં સ્વરૂપે, રજૂ કરતી વસ્તુઓ. આપણી પ્રસ્તુત ચર્ચામાં “ઉપાધિઓ” તે છે, જે, આત્માને તે-તે ભિન્ન સ્વરૂપે રજૂ કરે છે.
જગતમાં આવી ઉપાધિઓ માત્ર થોડી કે નાનકડી જ નથી, તે હકીકતને ભારપૂર્વક દર્શાવવામાં માટે, “ઉપાધિઓ'ના આરંભના છેડે (Extreme) સર્જનહાર બ્રહ્માજી જેવી સૌથી મહાન વ્યક્તિને મૂકી છે અને એ ગણતરીના અંતિમ છેડે (Extreme) ઘાસનાં તણખલાં જેવી અત્યંત શુદ્ર અને તુચ્છ વસ્તુને મૂકી છે. એટલે, ‘ઉપાધિઓ'ની આ યાદી(List)માં આખાંયે જગતની મોટી-નાની સઘળી, એટલે કે અસંખ્ય, ઉપાધિઓનો સમાવેશ થઈ ગયો !
આ સર્વ ઉપાધિઓ સંપૂર્ણરીતે મિથ્યા (મૃષામાત્રા:) છે, કારણ કે તે સર્વનું સાચું અધિષ્ઠાન તો એક જ છે : આત્મા, બ્રહ્મ. આ સર્વ ઉપાધિઓ તો તેના પર, એટલે કે આત્મારૂપ અધિષ્ઠાન પર, માત્ર આરોપિત(Super-imposed) જ છે, કલ્પિત છે. ભ્રાંતિજન્ય છે; એટલે કે તે પોતે “મિથ્યા જ હોવાથી, પોતાનાં “ઉપાધિસ્વરૂપને કારણે, પોતાનાં આરોપ-રૂપ આત્માને પણ મિથ્યા-સ્વરૂપે જ રજૂ કરે છે.
આ કારણે, સાધક માટે, માત્ર એક જ ઉપાય છે : આત્માને આવરી લઈને, તેને ભિન્ન સ્વરૂપે રજૂ કરતી આ સર્વ ઉપાધિઓને, આ પહેલાંના શ્લોકમાં સૂચવવામાં આવ્યું છે તેમ, નિવૃત્ત કરીને, આત્માને તેનાથી વિમુક્ત કરીને, માત્ર એક જ સ્વરૂપે સદા સ્થિત રહેલા, સ્વ-સ્વરૂપ એવા પોતાના આત્માનું સંપૂર્ણ અને અખંડ-સ્વરૂપે સતત દર્શન કરતાં રહેવું જોઈએ.
શ્લોકનો છંદ અનુષુપ (૩૮૭)
: ૩૮૮
यत्र भ्रान्त्या कल्पितं यद्-विवेके
तत्तन्मात्रं नैव तस्माद् विभिन्नम् । भ्रान्तेर्ना भ्रान्तिदृष्टाहितत्त्वं
__ रज्जुस्तद्वद् विश्वमात्मस्वरूपम् ॥३८८॥ શ્લોકનો ગુજરાતી પાઠ :
યત્ર ભ્રાન્તા કલ્પિત ય-વિવેકે તન્માત્ર નૈવ તસ્માદ્ વિભિન્નમ્ |
વિવેકચૂડામણિ | ૭૪૭