________________
અંદર અને વદિ એટલે બહાર : તે આત્મા પોતે અંદર છે અને પોતે જ બહાર પણ છે.
(૨) (સ: માત્મા) સ્વયં પુરત, સ્વયં પર્વ પશ્ચાત્ (મતિ) / પુરતાત, એટલે આગળ અને પશ્ચાત્ એટલે પાછળ : તે આત્મા પોતે આગળ છે અને પોતે જ પાછળ પણ છે.
(૩) (સઃ માત્મા) સ્વયં વાવ્યાં, સ્વયે પ વીચાં (ત) | અવાવ્યાં એટલે દક્ષિણ-દિશામાં અથવા જમણી બાજુએ; લીડ્યાં એટલે ઉત્તરદિશામાં અથવા ડાબી તરફ : તે આત્મા પોતે જ ઉત્તર-દક્ષિણમાં અથવા જમણીડાબી બાજુએ છે.
(૪) (સ: માત્મા) વર્ષ પરિણત તથા સ્વયં પિ xધસ્તાન (તિ) T. ૩પરિશ્વત્ એટલે ઉપર અને અધતાત્ એટલે નીચે : તે આત્મા પોતે જ ઉપર છે અને નીચે પણ છે. (૩૯૦). અનુવાદ :
(તે, સ્વ-સ્વરૂપ એવો આત્મા) પોતે જ અંદર છે અને પોતે જ બહાર પણ છે; પોતે જ આગળ છે, પોતે જ પાછળ છે; પોતે જ દક્ષિણદિશામાં છે અને પોતે જ ઉત્તરદિશામાં પણ છે; વળી, પોતે ઉપર છે અને નીચે પણ છે. (૩૯૦) ટિપ્પણ:
શ્લોક સહેલો છે અને તેમાં ગયા શ્લોકની, સર્વાત્મભાવની, વિચારસરણીનો જ વિચાર કરવામાં આવ્યો છે : અંદર-બહાર, આગળ-પાછળ, ઉત્તર-દક્ષિણ અને ઉપર-નીચે, - એ ચારેય જોડકાં શબ્દો, સ્થળની દૃષ્ટિએ, પરસ્પર-વિરુદ્ધ છે : દુન્યવી દૃષ્ટિની મર્યાદા મુજબ, જે અંદર હોય તે બહાર ન હોઈ શકે અને જે બહાર હોય તે અંદર ન હોઈ શકે.... વગેરે.
પરંતુ આ તો પરમાત્મ-તત્ત્વનું વર્ણન છે, એ તો સર્વ સ્થૂલ મર્યાદાઓ અને પરિચ્છેદોથી પર છે. વિશ્વના આત્મા તરીકે તે તો સર્વનું અધિષ્ઠાન છે. આ પહેલાંના શ્લોકમાં કહ્યું છે તે પ્રમાણે, ચોતરફ સર્વત્ર વિલસી રહેલું આ બધું વિશ્વ પણ પોતે જ છે અને તે સિવાય સમગ્ર બ્રહ્માંડમાં જે કાંઈ અસ્તિત્વ ધરાવે છે, તે સઘળું પણ તે પોતે જ છે.
એનો અર્થ તો એ જ થયો કે તે સર્વવ્યાપી(Omnipresent) છે અને સર્વમાં ઓતપ્રોત છે, અનુયુત છે. ગીતામાંનાં ઉપર-ટાંકેલાં, મયિ સર્વ દ્ધ પ્રોતમ્ ! (૭, ૭)-એ વિધાનનું જ આ સમર્થન છે : તે આત્મા સર્વવ્યાપ્ત છે.
૭૫૪ | વિવેકચૂડામણિ